________________
ક્ષમાપના
ઓછી થઈ જાય છે. ફાજલ પડેલો આ સમય જીવ આત્મપ્રવૃત્તિ કરવામાં ફાળવી શકે છે. ચૌવિહાર કરવાથી, આહાર ગ્રહણમાં થતો કર્માશ્રવ અટકે છે, તે માટેના આરંભ સમારંભથી જીવ છૂટે છે અને તે સમય આત્મપ્રવૃત્તિ કરી કર્મનિર્જરા કરવામાં વપરાય છે; આમ વિવિધ લાભ જીવ મેળવી શકે છે. છદ્મસ્થ જીવ લાંબા ગાળા માટે ચૌવિહાર રાખી શકતો નથી કારણ કે કર્મોદયને લીધે તેને કાયા તથા વૃત્તિઓ તેમ કરવામાં સાથ આપતા નથી. તેથી અમુક સમય આહારાદિ પ્રવૃત્તિ માટે નિશ્ચિત કરી બાકીના સમયમાં ચૌવિહાર રાખવાથી જીવની ભમતી વૃત્તિઓ અંકુશમાં આવતી જાય છે, અને કાયાને યોગ્ય પોષણ મળી રહેવાથી તે પણ ધર્મધ્યાન વધારવામાં મદદરૂપ થાય છે. આથી સામાન્યપણે સાધકોમાં એવી પ્રથા રહે છે કે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ચૌવિહાર પાળવો, ઉપરાંત બપોરના બારથી ચાર ચૌવિહાર પાળવો. જો શક્ય હોય તો અઠવાડિયે કે પખવાડિયે એક વખત ચોવિહારો ઉપવાસ કરવો...અર્થાત્ જેનાથી જેટલું શક્ય હોય તેટલું ચૌવિહાર સંબંધી પાલન કરવું એવું વ્રત પ્રભુએ જણાવ્યું છે. પહેલા પાંચ આવશ્યક આંતર શુદ્ધિ વધારનાર છે ત્યારે આ છઠું આવશ્યક આંતરશુદ્ધિને પોષણ આપનાર બાહ્યસંયમ દર્શાવનાર છે. શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ક્ષમાપનામાં સંયમવૃદ્ધિ દર્શાવતી ભાવના સારી રીતે ગૂંથાયેલી જોવા મળે છે. “તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ”. આ વચનમાં શ્રી પ્રભુએ જે જે માર્ગદર્શન આપ્યું છે તેનું પાલન કરવાની વૃત્તિ ભાવેલી જોવામાં આવે છે. અને તે દ્વારા આ છઠ્ઠા આવશ્યકનો સમાવેશ પણ તેમાં થયેલો છે તેમ ગણી શકાય.
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત “મોક્ષમાળા”ના છપ્પનમાં પાઠમાં જે પ્રકારની નમૂનારૂપ ક્ષમાપનાની રચના થયેલી છે તે વિશે વિચારતાં તેની અદ્ભુતતાની આપણને સમજણ પડે છે. એમાં મોક્ષમાર્ગની સમજણ મળવા સાથે આત્માનાં છ પદ, નવ તત્ત્વ અને ચૌદ ગુણસ્થાન તથા છ આવશ્યક પણ સારી રીતે ગૂંથાયેલા જોવા મળે છે. તે સર્વ આ ક્ષમાપનાની મહત્તા કેટલી છે તે આપણને સમજાવે છે. અને ક્ષમાપનાનું આરાધન કરવાથી આત્મશુદ્ધિના માર્ગે આગળ વધવું કેટલું સહજ થતું જાય છે તેનો લક્ષ પણ આવી શકે છે.
૧૪૫.