________________
કેવળી પ્રભુનો સાથ
એક એકથી ચડિયાતી દશા સૂચક સંબોધનો જોવા મળે છે. પ્રભુ પ્રતિની સ્તુતિની જેમ જેમ પરાકાષ્ટા આવતી જાય છે તેમ તેમ વિશેષ ચડિયાતા સંબોધનો આ ક્ષમાપનામાં જોવા મળે છે. એ દ્વારા, સ્પષ્ટ નિર્દેશ વિના શ્રી તીર્થકર પ્રભુની સ્તુતિ માણી શકાય છે. આ આખી ક્ષમાપના શ્રી સર્વજ્ઞ પ્રભુને સંબોધીને થયેલી હોવાથી, તેમાં લોગસ્સનો ભાવ ગૂંથાયેલો મળી રહે છે.
૫. કાયોત્સર્ગ કાયાનો ઉત્સર્ગ કરવો એટલે કાયાને હલનચલનથી નિવૃત્ત કરી, મનને સ્થિર કરી, આત્માને સ્વરૂપમાં રમમાણ કરવો. જ્યાં સુધી પૂર્ણ વિશુદ્ધિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કાયોત્સર્ગનો અભ્યાસ કરવાની ભલામણ પ્રભુએ કરી છે. કાયોત્સર્ગથી કાયા માટેનું અહંપણું તથા મમપણું ઘટે છે. કાયોત્સર્ગ કરતી વખતે મંત્રસ્મરણ અથવા લોગસ્સનું રટણ કરી મનને વશ કરવાની ચાવી પ્રભુએ આપણને આપી છે. આ ક્ષમાપનામાં, “નીરાગી પરમાત્મા! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થાય....જેમ જેમ સૂમ વિચારથી હું ઊંડો ઉતરું છું તેમ તેમ તમારાં તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે...એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ...” વગેરે વચનો કાયોત્સર્ગનો અભ્યાસ કરવાની વૃત્તિને સમર્થન આપતાં જણાય છે. આમ કાયાનો ઉપયોગ ઇન્દ્રિયસુખો ભોગવવા માટે નહિ પણ આત્માને ચોખ્ખો કરવાના સાધનરૂપે કરવાનો છે.
૬. ચૌવિહાર ચૌવિહાર એટલે ચારે પ્રકારના આહારનો ત્યાગ. અન્ન, જળ, મુખવાસ આદિ ચારે જાતના આહાર અમુક સમય માટે ગ્રહણ ન કરવાનો નિયમ કરવામાં આવે તો તેટલા સમય માટે ચૌવિહાર રાખ્યો કહેવાય. આ ત્યાગ કરવાથી જીવનો બાહ્યસંયમ કેળવાય છે. શરીરની આસનાવાસના કરવાની વૃત્તિ ઘટે છે અને તેથી જીવની બાહ્યપ્રવૃત્તિ ઘણી
૧૪૪