________________
ક્ષમાપના
૩. વંદન
શુદ્ધતા ઇચ્છતા જીવ માટે શ્રી પ્રભુએ, વિનયયુક્ત થઈ સદેવ, સદ્ધર્મ અને સત્પુરુષને વંદન કરવાની વિધિ જણાવી છે. વંદન કરવાથી જીવનો માનભાવ ઓગળે છે, કષાયો પર સંયમ લેવાની ભાવના દેઢ થાય છે, તથા પ્રભુના ગુણોની સ્મૃતિ અતિ બળવાન થાય છે. સર્વજ્ઞ પ્રભુ, સત્પુરુષ, જ્ઞાનીપુરુષ, સદ્ગુરુ વગેરે મહત્ પુરુષોએ કરેલા ઉપકારના ઋણનો સ્વીકાર તથા વિશેષ ઉપકાર તેઓ કરે તે માટેની વિનંતિ એટલે વંદન. તેમના પ્રતિનો વિનયભાવ એ જ વંદન. આ ક્ષમાપના વાંચતા તથા બોલતાં પ્રભુ પ્રતિનો ક્ષણે ક્ષણે વધતો અહોભાવ અનુભવાય છે. વિશુદ્ધિ પ્રાપ્ત કરવાની વૃત્તિઓ વધારે ને વધારે જોરદાર થતી દેખાય છે. તેથી જીવ પ્રભુનો ઉપકાર મેળવવા સહજતાએ તેમને નમી પડે તે સમજાય તેવું છે. “હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું.” આ વચનમાં પૂર્ણ અર્પણભાવ સાથેના વંદન અનુભવાય છે. જીવ જેનાં શરણમાં જાય, તેને નમ્યા વગર તેનું શરણ ગ્રહી શકે નહિ. તેથી જ્યારે જીવ પ્રભુનું, પ્રભુ પ્રણિત ધર્મનું અને મુનિનું શરણ ગ્રહે છે ત્યારે તેઓ માટે પૂજ્યભાવ સેવી ત્રણેને વંદન કરતો ધ્વનિત થાય છે. આ પ્રમાણે ‘ક્ષમાપના’માં ‘વંદન’ આવશ્યક ખૂબીથી વણાઈ ગયેલું જોવાય છે.
૪. લોગસ્સ
લોકોમાં ઉત્તમ અને તીર્થ પ્રવર્તાવનાર ચોવીશ તીર્થંકર ભગવાન આ ભરતક્ષેત્રમાં થયા છે. તેમના ગુણોની સ્તુતિ તથા તેમની પ્રસન્નતા પોતા પર હો એવી જીવની માગણી જે કથાનકમાં કરવામાં આવી છે તે ‘લોગસ્સ’ નામથી પ્રસિદ્ધ છે. આ સ્તુતિમાં સર્વ તીર્થંકર ભગવાન મારા પર પ્રસન્ન થાઓ, અને તેમની કૃપાથી મને આત્મવિશુદ્ધિની પ્રાપ્તિ થાઓ એવી ભાવના વણાયેલી છે. આ જ પ્રકારની ભાવના ક્ષમાપનામાં પણ પથરાયેલી જોવા મળે છે. લોગસ્સમાં તીર્થંકર પ્રભુનાં નામ ગૂંથાયેલા છે ત્યારે આ ક્ષમાપનામાં સર્વજ્ઞ પ્રભુની અવસ્થા દર્શાવતા વિવિધ સંબોધનો જેવાં કે “હે ભગવાન! હે પરમાત્મા! નીરાગી પરમાત્મા! હે સર્વજ્ઞ ભગવાન!” વગેરે
૧૪૩