________________
કેવળી પ્રભુનો સાથ
સંસારની ક્ષણિક શાતાથી આકર્ષાઈને તેની પાછળ દોટ મૂકતાં સંસારી જીવને એ પદાર્થોની આસક્તિ તોડાવવા માટે શ્રી પ્રભુની પ્રેરણાથી પ્રભાવિત થયેલા સપુરુષ, પોતાનાં અંતરમાં સહુ જીવો માટેનો કલ્યાણભાવ ઘૂંટી ઘૂંટીને સંસારની અનિત્યતા સમજાવતાં વચનો, સંસારના સર્વ પદાર્થો કેવા ક્ષણિક છે, અને તેની પાછળ ઘસડાઈને જીવ કેવી કેવી અશાંતિ ભોગવે છે તેનું વર્ણન કરતાં વચનો ખૂબ જ પ્રેમાળ તથા અસરકારક વાણીથી વિવિધ પ્રકારે વ્યક્ત કરે છે, જે સાંભળતાં જીવને પોતાના પ્રશ્નોનું સમાધાન મળતું જાય છે.
સર્વ મહત્ મહર્ષિ તથા ઉત્તમ આત્માઓએ જગતનાં પદાર્થોનું અનિત્યપણું અને આત્માનું નિત્યપણું અનુભવ્યું હોય છે, તેઓ થયેલા અનુભવથી ચેતી જઇને જગતજીવોને આ ક્ષણિકતાથી છૂટી આત્માના શાશ્વત ગુણો તરફ નજર કરવા બોધ આપે છે, તેમાં તેઓની ઘણી વિવિધતા હોય છે. દરેકની આ અનિત્યતા સમજાવવાની શૈલી જુદી જુદી હોય છે.
અનિત્ય ભાવના
વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ.
(ભાવના બોધ, શ્રીમદ્ રાજચંદ્ર) આ સંસારમાં જીવ લક્ષ્મી મેળવવા દોડધામ કરે છે, પણ તે લક્ષ્મી તો વિજળી જેવી ચંચળ છે. કઈ ક્ષણે જીવને હાથતાળી આપી છટકી જશે તેનો કોઈ અંદાજ જીવને આવી શકતો નથી. એ પ્રમાણે પ્રભુતા - સત્તા એ પતંગ જેવી છે. પતંગના વૃક્ષનો રંગ એટલો કાચો હોય છે કે તે તરત જ ઊતરી જાય છે, એ જ રીતે સત્તાનું સામ્રાજ્ય છિન્નભિન્ન થતાં જરાય વાર લાગતી નથી. શાંત સરોવરનાં જળમાં કાંકરી નાખવામાં આવે તો તેનાથી તરંગો – મોજાં પાણીમાં ઉત્પન્ન થઈને તરત જ વિલિન
૨૧૨