________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
થઈ જાય છે, આવી જ ક્ષણભંગુરતા જીવને આયુષ્ય સંબંધી જોવા મળે છે. જીવનને માણ્યું ન માણ્યું ત્યાં તો તે પૂરું થઈ જાય છે, અને જીવને અન્ય દેહમાં પ્રયાણ કરવાનો પ્રસંગ આવે છે. આ ક્ષણભંગુર જીવનમાં જીવને જે કામભોગની અતિ લાલસા રહે છે તે કામભોગો ઇન્દ્રધનુષ જેવા ક્ષણજીવી જ છે, મેઘધનુષ જેમ વર્ષાકાળમાં થોડીક જ ક્ષણો માટે તેની સુંદરતાને આકર્ષક રૂપે આકાશમાં સુશોભન કરે છે, તેમ ક્ષણજીવી કામભોગો પણ આયુષ્યનાં યૌવનકાળના થોડા જ કાળ માટે જીવને ભોગવટા માટે પાત્ર રહેવા દે છે, આયુષ્યના શેષકાળમાં એ જ કામભોગો તે જીવને સતત તડપાવતા જ રહે છે, જરાપણ મચક આપતાં નથી. આ રીતે જીવને સંસારમાં જેની જેની ખૂબ આસક્તિ છે એવાં ધન, સત્તા, કીર્તિ તથા કામભોગો સતત આકર્ષણનું નિમિત્ત બને છે, તેમ છતાં તેઓ કોઈ સંતોષ જીવને પામવા દેતા નથી, આવા ક્ષણિક રંગરાગ બતાવતા તત્ત્વો વિશે શા માટે રમમાણ રહેવું ઘટે? જીવનમાં મળતા પદાર્થોથી અનુભવાતી આવી અનિત્યતા પ્રત્યક્ષ કરાવી, જીવે વૈરાગ્ય ધારણ કરી, આ પદાર્થોની આસક્તિ છોડવી ઘટે છે, એવો બોધ અનિત્યભાવના રજુ કરે છે.
जन्म मरणेन समं सम्पद्यते यौवनं जरासहितं । लक्ष्मी विनाशसहिता इति सर्वं भंगुरं जानीत ॥ ( ५ )
હે ભવ્ય! આ જન્મ છે તે તો મરણસહિત છે, યૌવન છે તે વૃદ્ધાવસ્થા સહિત ઉપજે છે, લક્ષ્મી વિનાશસહિત ઉપજે છે, એ પ્રમાણે સર્વવસ્તુને ક્ષણભંગુર જાણ. (સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા, અનિત્યભાવના – ૫) જે કોઈની ઉત્પત્તિ છે તે નાશ સહિત જ છે એમ સમજાવી જગતના પદાર્થોનું અનિત્યપણું અહીં સ્પષ્ટ કર્યું છે. જન્મ સાથે મરણ જોડાયેલું છે, યૌવન સાથે વૃદ્ધાવસ્થા જોડાયેલી છે, લક્ષ્મીનો યોગ વિયોગના નિર્માણ સાથે જ થાય છે, આમ સર્વ પદાર્થો આ જગતમાં અનિત્યતાથી ઘેરાયેલા છે, તેથી તેનો મોહ છોડવાનો બોધ અહીં મળે છે.
वरभव जाणवाहणसयणासण देवणुवरायाणं । मादुपिदुसजाणभिच्चसंबंधिणो य पिदिवियाणिच्चा ||
૨૧૩