________________
કેવળી પ્રભુનો સાથ
ઇન્દ્ર અને ચક્રવર્તઓના મોટા મોટા મહેલો, સવારી, પાલખી, શય્યા, આસન અને માતા પિતા, સજ્જન, સેવક આદિ સર્વ સંબંધો અસ્થિર છે. (કુંદકુંદાચાર્ય -દ્વાદશાનુપ્રેક્ષા). દ્વાદશાનુપ્રેક્ષામાં અનિત્યભાવના સમજાવતી વખતે શ્રી કુંદકુંદાચાર્યે મનુષ્યને અતિ આકર્ષક છે તેવા દેવલોકના અને મનુષ્યલોકના ઉત્તમોત્તમ ગણાતા શાતાનાં સાધનો કેવાં અસ્થિર છે તેનું પ્રત્યક્ષપણું કરાવી તે આકર્ષણથી બચવા માટેનો બોધ પંક્તિદ્વયથી આપ્યો છે.
આ સંસારમાં આકર્ષણનું નિમિત્ત થતાં સુખ મેળવવા પાછળ જીવ દોડે છે. તેને મેળવવા અને માણવા અનેક પ્રકારનાં કષ્ટ ઉઠાવે છે, તે સર્વ સુખો ક્ષણિક છે, નાશવંત છે એવો સપુરુષનો પ્રેમાળ બોધ જીવને પોતાની ખોટી દોડનું ભાન કરાવે છે. એ અનિત્યભાવનાના બોધથી જીવને ભાન આવે છે કે પોતે જે જે સુખ મેળવવા અઢળક પ્રયત્નો કર્યા છે, જેને જેને સુખનાં નિમિત્ત માની પકડવા પ્રયત્નો કર્યા છે તે સર્વ પદાર્થો અનિત્ય છે, ટકાઉ નથી, ક્ષણમાં વણસી જાય તેવાં તે સહુ પદાર્થોને નજર સામે જ નાશ પામતા જુએ છે ત્યારે તેને પોતાની દોડ માટે આશંકા થાય છે કે હું કરું છું તે યોગ્ય છે ખરું? જરૂર સંભવિત છે કે કદી નાશ ન પામે એવા સુખનું અસ્તિત્વ હોવું ઘટે, આમ નાશ ન પામે તેવાં સુખની સંભાવના હોવાની પ્રાથમિક શ્રદ્ધા તેનામાં પ્રગટે છે. તેમાંથી દેહ, લક્ષ્મી, પરિગ્રહ, સત્તા, કીર્તિ, કુટુંબ, આદિમાં પોતાપણું કરી સુખ માન્યું તે ઠગારું નીવડતા, શાશ્વત સુખ એટલે શું એ માટેની તેને વિચારણા પ્રગટે છે. અને આ વિચારણા તેને સત્પરુષ માટે વધારે શ્રદ્ધા કરવા પ્રતિ દોરી જાય છે. પરિણામે જેટલી માત્રામાં આ જગતની અનિત્યતા તેને સપુરુષના બોધથી સમજાય છે અને અનુભવાય છે, તેટલી માત્રામાં તેનું સુષુપ્ત રહેલું ચેતન જાગૃત થાય છે, અને તે જીવ આત્માથે મેળવવાનો ઝોક પામે છે.
અશરણભાવના સપુરુષનાં વચનામૃતનાં પાનથી જીવનું ચેતન જાગવા લાગે છે ત્યારે તેને વિશેષ જાગૃતિ અર્પવામાં શ્રી પ્રભુ બોધિત અશરણભાવના ખૂબ સહાયકારી થાય છે. જીવને
૨૧૪