________________
કેવળી પ્રભુનો સાથ
બાળક સાથે વર્તે છે. બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ તે સ્વતંત્ર થતું જાય છે, તેની શરણાગતિ શિથિલ થતી જાય છે. બાળકની સ્વતંત્રતા વધવા સાથે માતાની કાળજીમાં ફેરફાર થતો જાય છે. બાળક જેટલું પોતાની મેળે કરી શકે તેટલું તેની પાસે માતા કરાવે છે, અને તેનું પોતાને આધીનપણું ઘટાડતી જાય છે. પ્રભુ પણ એ જ રીતે વર્તે છે. આપણે જ્યારે પ્રભુને સર્વસ્વ સોંપીને આજ્ઞાધીનપણે વર્તન કરીએ છીએ ત્યારે પ્રભુ આપણી વિશેષતાએ કાળજી લઈ આપણને ખૂબ ખૂબ સહાય કરતા રહે છે. આપણે સન્માર્ગ ચૂકી ન જઈએ તે માટે પ્રભુજી આપણને સતત માર્ગદર્શન આપતા રહે છે; જો આપણે એ પ્રકારની ઇચ્છા સેવી હોય તો તેઓ ધીમે ધીમે આત્માનુભવના ઊંડાણમાં આપણને લઈ જઈ અમુક પ્રકારની સ્વતંત્રતાનો અનુભવ પણ આપણને કરાવે છે. આ રીતે વર્તતાં જીવ વિશેષતાએ અંતર્મુખ થાય છે. તે વખતે જીવને પ્રભુના ઉત્તમોત્તમ ગુણોનો પરિચય થાય છે, અને પ્રભુને “સર્વજ્ઞા ભગવાન” તરીકે સંબોધી વિનવે છે કે –
“હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહ્યું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું.” ૐ શાંતિઃ
પ્રભુને કરેલા આ સંબોધન પરથી સમજાય છે કે જીવને પ્રભુના બાહ્ય તેમજ આંતર વૈભવનો સાચો ખ્યાલ આવી ગયો છે. સર્વજ્ઞ એટલે બધાના જાણનાર, અને ભગવાન એટલે ઐશ્વર્યવાન. સર્વ પ્રકારના ઐશ્વર્ય સહિત જે લોકાલોકને જાણનાર છે તે સર્વજ્ઞ ભગવાન છે. આ સર્વજ્ઞપણાનું લક્ષ થતાં જીવ પૂછી બેસે છે કે, “તમને હું વિશેષ શું કહું ?” તમે તો બધું જ જાણો છો તેથી તમને કહેવા જેવું પણ શું રહે છે ? અત્યાર સુધી તમને જે કંઈ જણાવ્યું તે તમારી જાણકારી માટે હતું તેમ નથી, જે કંઈ જણાવ્યું તે મારા ભાવોને વ્યક્ત કરવા માટે, અને મારી ભૂલોનો એકરાર કરી મારા પાપનો ભાર હળવો કરવા માટે જણાવ્યું છે. તમારા માટે વર્તતો મારો અહોભાવ અંદરમાં સમાઈ ન રહેતાં, બહાર પ્રગટ થયો છે અને તેને લીધે આ વિનંતિ આપને થઈ છે. વળી મને એવો દઢ વિશ્વાસ છે કે તમારી – સર્વજ્ઞ પ્રભુની સાક્ષીએ મારા બધા પાપોની પશ્ચાત્તાપ સહિત ક્ષમા માગવાથી મારી ઇચ્છલી આત્માની શુદ્ધતા
૧૧૦