________________
ક્ષમાપના
પ્રગટશે. અને શુદ્ધભાવથી કરેલી ક્ષમાયાચના અને પુરુષાર્થના ફળ રૂપે મને તમારા જેવી જ અદ્ભુત શાંતિની પ્રાપ્તિ થશે.
શાંતિની પ્રાપ્તિ બાબતનું નિઃશંકપણું “ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” એ શબ્દોથી અનુભવાય છે. મન, વચન તથા કાયાથી સાચો પુરુષાર્થ કરી જ્ઞાન, દર્શન અને ચારિત્રની ખીલવણી કરી પૂર્ણ શાંતસ્વરૂપને પ્રાપ્ત કરવું છે એ સૂચવવા ત્રણ વખત શાંતિ શબ્દ, પંચપરમેષ્ટિ ભગવંતના પ્રતિકરૂપ ૐ સાથે અહીં મૂકાયેલાં જણાય છે.
આ ર્દષ્ટિકોણથી આખી ક્ષમાપના વિચારતાં મોક્ષનો અદ્ભુત માર્ગ તેમાં નિરુપાયેલો જોવા મળે છે. સમગ્ર સંસારથી છૂટવાની ભાવના થતાં સન્માર્ગ પ્રાપ્ત કરવાની મહેચ્છા થવી તે મોક્ષમાર્ગનું પહેલું પગથિયું છે. આ જાતની મુક્ત થવાની ભાવના જાગ્યા પછી; તે ભાવના અત્યાર સુધી કેમ નહોતી થઈ તેનો ખેદ તથા પશ્ચાત્તાપ થાય તે બીજું પગથિયું છે. તેના અનુસંધાનમાં માર્ગના પરિચયની શરૂઆત થતાં ૫૨ના જ દોષો જોવાની વૃત્તિ ટાળતા જવી અને નિષ્પક્ષપાત બુદ્ધિથી સ્વદોષદર્શન કરવાની ટેવ કેળવવી એ ત્રીજું પગથિયું છે. સ્વદોષદર્શન કરતાં શીખ્યા પછી, તે દોષથી છૂટવાનો ઉપાય વિચા૨વો તથા સમજવો તે ચોથું પગથિયું છે. છૂટવાનો ઉપાય વિચારતાં, અત્યાર સુધી સેવેલું પોતાનું મૂઢપણું, નિરાશ્રિતપણું તથા અનાથપણું જીવને સ્પષ્ટ થાય છે. તે અશરણપણું ટાળવા માટે પ્રભુનું, પ્રભુ પ્રણીત ધર્મનું તથા તે ધર્મને આચરનાર મુનિનું શરણ લેવું એ જ સાચો ઉપાય છે, તેમ સમજવું તે પાંચમું પગથિયું છે. જેમ જેમ આ ત્રણે ઉત્તમ તત્ત્વો પ્રતિ બિનશરતી શરણાગતિ વધતી જાય છે તેમ તેમ જીવ શુદ્ધ આત્માને વિશેષતાએ સમજી શકે છે, અનુભવી શકે છે, આ જ વિકાસ દર્શક છઠ્ઠું પગથિયું છે. શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાતાં, તે સ્વરૂપ પામવા માટે જોઇતા પ્રમાદરહિત પુરુષાર્થની ખામી માટેનો ઉગ્ર પશ્ચાત્તાપ છેવટનું પરિપૂર્ણ પ્રકાશવા માટે ખૂબ સહાયરૂપ થાય છે, તે સાતમું પગથિયું છે. અત્યંત વીર્ય પ્રગટાવી, તેનો ઉપયોગ કરી, પ્રમાદરહિત બની, પોતાના પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપને અનાવરિત કરવું તે છેલ્લું અને આઠમું પગથિયું ગણી શકાય.
૧૧૧