________________
કેવળી પ્રભુનો સાથ
આ લોક પુરુષાકારે છે. તેમાં સહુથી નીચેના ભાગમાં નિત્યનિગોદ છે. જ્યાં સાધારણ કાયમાં જીવી રહ્યા છે, અને તેઓ ત્યાંથી કદી બહાર નીકળ્યા નથી. એક કાયમાં અનંત જીવો રહી, સાથે ઉપજે, મરે, આહાર કરે ઇત્યાદિ સરખાપણું હોય તે સાધારણકાય જીવો છે. આ અનાદિકાલીન સાધારણ જીવો છે. ત્યાંથી નીકળ્યા પછી જીવ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય રૂપે લોકમાં રહે છે. તેનાં બે પ્રકાર છે. જે આધાર સહિત છે અને પૃથ્વી, જળ, અગ્નિ તથા પવનથી રોકાઈ શકે છે તે બાદર, અને જે આધાર રહિત લોકાકાશમાં વર્તે છે અને પૃથ્વી આદિથી રોકાઈ શકતા નથી તે સૂક્ષ્મ જીવો છે. પહેલા ચાર એકેંદ્રિયમાં સૂક્ષ્મ અને સ્થૂળ એમ બંને પ્રકાર છે, ત્યારે વનસ્પતિકાયમાં પ્રત્યેક અને સાધારણ એમ બે પ્રકાર છે. એક શરીરમાં એક આત્મા હોય તે પ્રત્યેકકાય અને એક શરીરમાં અનંત આત્મા હોય તે સાધારણ કાય. આખો લોક આ પાંચ પ્રકારના એકેંદ્રિયોથી ભરેલો છે,અને સહુથી મોટી સંખ્યા એકેંદ્રિય જીવોની છે.
એકથી વધારે ઇન્દ્રિયોવાળા જીવો ત્રસકાય કહેવાય છે, કેમકે તેમનામાં હલનચલન કરવાની શક્તિ રહેલી છે. બેથી પાંચ ઇન્દ્રિયવાળા ત્રસકાય જીવો ત્રસનાડીની અંદર જ હોય છે, બહાર હોતા નથી. બે, ત્રણ, ચાર ઇન્દ્રિયવાળા જીવો વિકલત્રય કહેવાય છે. તેઓ નિયમથી કર્મભૂમિમાં, અંતના અડધા દ્વીપમાં અને અંતના આખા સમુદ્રમાં હોય છે – સ્વયંભૂરમણ સમુદ્રમાં હોય છે. એ સિવાયના લોકના ભાગમાં વિકલત્રય જીવો નથી. લોકના નીચેના ભાગમાં સાત નરક છે, ત્યાં જીવને અસહ્ય દુઃખ વેદવાં પડે છે. મધ્યના નીચેના ભાગમાં ભુવનપતિ આદિ દેવો વસે છે, મધ્યલોકમાં કર્મભૂમિ આવેલી છે, ત્યાં મનુષ્યો અને તિર્યંચ વસે છે. અને ઉપરના ભાગમાં જ્યોતિષિક, વૈમાનિક, ગ્રેવેયિક અને અનુત્તર વિમાનના દેવો રહે છે. સહુથી ઉપરના ભાગમાં સિધ્ધભૂમિ આવેલી છે જ્યાં પૂર્ણ શુદ્ધ આત્મા પરમ પરમ સુખ માણતા રહે છે.
આ લોકમાં અનંતાનંત જીવો પરિભ્રમણ કરે છે. તેમાં સિધ્ધ થયેલા આત્માઓ અનંત છે, અને તેનાથી અનંતાનંતગણા આત્મા લોકમાં એક થી પાંચ ઇન્દ્રિયો
૨૭૪