________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
ઉદ્ભવે છે, તે જ માનસિક દુ:ખ ભોગવે છે, તે એકલો જ અન્ય ગતિમાં મરણ પછી જાય છે, નરકનાં દુ:ખો પણ એકલો જ ભોગવે છે, જેને તે પોતાનાં માને છે તે કોઈ તેને સાથ આપી શકતાં નથી. જીવ જો પુણ્યોપાર્જન કરે તો દેવગતિનાં સુખ ભોગવે છે, અને બળવાનપણે કર્મની નિર્જરા કરે તો અદ્વિતીય એવું મોક્ષપદ પણ પ્રાપ્ત કરી શકે છે. પોતાનાં ગણાતાં સ્વજનો, કુટુંબીઓ, મિત્રો આદિમાંથી કોઈ પણ, જીવને દુઃખ આવતાં, તેને જોવાં છતાં, તે દુ:ખને લેશ પણ ગ્રહણ ક૨વા સમર્થ થતાં નથી. પોતાને થતાં દુઃખ કે સુખનું વેદન જીવ એકલો જ કરે છે. તે દુ:ખ કે સુખ વહેંચીને ભોગવી શકાતાં નથી. આખા જગતમાં અનંતાનંત જીવો હોવા છતાં સહુ પોતપોતાનાં કર્મોનું પરિણામ એકલા જ ભોગવે છે. આ હકીકતનો સ્વીકાર કર્યા પછી જીવ પુરુષાર્થી થઈ પોતાની જાતને અન્ય પદાર્થો કે જીવો પ્રતિ ખેંચાતો અટકાવે છે, તે તટસ્થ થતો જાય છે. આ પ્રમાણે પોતે એકત્વની સિદ્ધિ કરી શ્રેણિ માંડવા માટેની પાત્રતા કેળવતો જાય છે. જ્યાં સુધી જીવને એકત્વભાવના સિદ્ધ થતી નથી ત્યાં સુધી તેને કોઈ ને કોઈ પદાર્થ અથવા તત્ત્વનું આકર્ષણ થાય જ છે, અને આવું આકર્ષણ તેને નવીન બંધ કરવા તરફ ખેંચી જાય છે. તેનાથી બચવા એકત્વભાવના સિદ્ધ થવી જરૂરી છે.
લોકસ્વરૂપ ભાવના
જીવને એકત્વ ભાવના સિદ્ધ કરવામાં લોકસ્વરૂપ ભાવના ખૂબ મદદરૂપ થાય છે. આ ભાવનામાં જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યનું નિરૂપણ થયેલું છે. એક થી સંશી પંચેન્દ્રિય સુધીના જીવોના ભેદ, સ્વરૂપ, તેનું રહેઠાણ, આયુષ્ય, કર્મસ્થિતિ આદિ અનેકવિધ પરિસ્થિતિનો વિચાર આ ભાવનામાં કરવામાં આવ્યો છે. સાથે સાથે બાકીનાં પાંચ દ્રવ્યનું સૂક્ષ્મતાએ વર્ણન આ ભાવનામાં સમાવવામાં આવ્યું છે. આ બધાં દ્રવ્યોની ઊંડાણથી સમજ મળવાથી, નિશ્ચયનયથી દ્રવ્યનાં સ્વરૂપની ઓળખ થવાથી આત્માનાં એકત્વપણાની પ્રત્યક્ષતા જીવને આવે છે.
૨૭૩