________________
કેવળી પ્રભુનો સાથ
વૈભવ આદિ મારાં છે, આવી લાગણી તે સતત વેદતો રહે છે. આ પોતાપણાના રાગને જ્યાં સુધી પોષણ મળે છે ત્યાં સુધી તે ખુશ રહે છે, પણ જ્યારે તેમાં કોઈ તરફથી વિઘ્ન આવે છે ત્યારે તે જીવ માટે કષાયી થઈ જાય છે. અને તે જીવને જ પોતાને કષ્ટ આપનાર કારણ માની તેની સાથે વેરવૃત્તિ સેવે છે. આમ અન્ય જીવ તથા પુદ્ગલોમાં પોતાપણું ભાવી રાગદ્વેષ વેદી કર્માશ્રવ કરતો જ રહે છે. પરંતુ સત્પુરુષના આશ્રયમાં આવ્યા પછીથી તેને સાચી સમજ આવવા લાગે છે. આપણે જોયું તેમ અનિત્ય, અશરણ અને અશ્િચ ભાવનાના અનુપ્રેક્ષણથી જીવનું સુષુપ્ત ચેતન જાગૃત થાય છે; અન્યત્વ અને સંસાર ભાવનાની મદદથી તેની વૃત્તિઓ શિથિલ બનતી અટકે છે, અને થતું પતન નિવારી શકાય છે; બોદુર્લભ તથા ધર્મદુર્લભ ભાવનાના સથવારાથી તેને સત્પુરુષનું નિર્દોષપણું પ્રત્યક્ષ થાય છે, અને તેઓ જ આત્માના અપૂર્વ સ્વભાવની જાણકારી આપનાર તથા એ સ્વભાવને પ્રગટ કરવામાં મુખ્ય નિમિત્ત કારણ છે, સ્વસ્વભાવના પ્રેરણાદાતા છે એવી પ્રતીતિ આવતી જાય છે. સત્પુરુષની નિષ્કારણ કરુણાનો જીવને આ રીતે પરિચય થાય છે, અને પોતાના પ્રારંભિક પુરુષાર્થરૂપે જીવ સ્વસ્વરૂપને પ્રગટ કરવા આશ્રવ ભાવનાનો ઉપયોગ કરી કર્માશ્રવ તોડવા મહેનત શરૂ કરે છે. પ્રગટવા લાગેલા સ્વસ્વરૂપને વિશેષતાએ શુધ્ધ કરવા જીવ સંવરભાવનાનું આરાધન અપ્રમત્તસંયમી બનીને કરે છે; સાથે સાથે એ અપ્રમત્તસંયમને ટકાવી રાખવા શીઘ્રતાએ કર્મોની નિર્જરા કરવા માટે નિર્જરાભાવનાની પકડ ખૂબ મજબૂતાઈથી કરે છે. આ બધી ભાવનાના આશ્રયથી સાધક સત્પુરુષની અવસ્થા સુધી પહોંચી જાય છે. પણ તેને પોતાનું જે પૂર્ણ શુધ્ધ સ્વરૂપ પ્રગટાવવું છે, સર્વથી ભિન્નપણું મેળવવું છે, તેને માટે ક્ષપક શ્રેણિએ ચડવા માટેનો છેલ્લો પુરુષાર્થ આદરવા એકત્વ ભાવના તથા લોકસ્વરૂપ ભાવનાનું અનુપ્રેક્ષણ ખૂબ ઉપકારી છે.
એકત્વભાવના ભાવવાથી સંસારી પદાર્થોમાં જે સરાગ અવસ્થા છે તે તોડવાનો અવકાશ મળે છે. જીવ એકલો જન્મે છે, એકલો મરે છે, એકલો વૃધ્ધ થાય છે, તે બાળક થાય છે, યુવાન થાય છે ત્યાં પણ એકાકી છે, એટલે કે એક જ જીવ જુદી જુદી અવસ્થાઓ કર્મવશ ધારણ કરે છે. એ જ જીવ રોગી થાય છે, તેને જ શોક
૨૭૨