________________
કેવળી પ્રભુનો સાથ
તેનું ચિત્રણ “આત્માનો અપૂર્વ સ્વભાવ’ એ પ્રકરણમાં કરવા મેં શ્રી પ્રભુના સાથથી પ્રયત્ન કર્યો છે. આવો મહાન ઉપકાર કરનાર સત્પરુષો મોટાભાગે પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામ્યા હોય છે, અને તેમનો જીવનો વિકાસ કરાવવામાં જે અવર્ણનીય ફાળો છે, તેની નોંધ લેવાનો પુરુષાર્થ ‘આત્માનો અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ’ નામના નવમા પ્રકરણમાં કર્યો છે.
અહીં એ નોંધનીય બાબત છે કે પહેલાં ત્રણ પ્રકરણો “અપૂર્વ આરાધન' નામના લઘુગ્રંથમાં ઇ.સ.૧૯૮૮માં પ્રકાશિત થયેલાં છે, જેને વાચકગણ તરફથી ખૂબ સુંદર આવકાર મળ્યો હતો. એ ત્રણ પ્રકરણને અમુક ફેરફાર સાથે ‘શ્રી કેવળી પ્રભુનો સાથભાગ ૨' માં સમાવ્યા છે. આ ત્રણે પ્રકરણની રચના પછી જે વિશેષતા પ્રભુની કૃપાથી સમજાઈ તેને આઠમા અને નવમા પ્રકરણમાં પ્રગટ કરી આ બીજા વિભાગની રચના પૂરી કરી છે.
આ પ્રકારે શ્રી પ્રભુકૃપાથી અને તેમનાં માર્ગદર્શનથી આ ગ્રંથની ગૂંથણી થતી આવે છે. આશા છે કે આત્માની સિદ્ધિ કરવા માટે તે વાચકને ઉપયોગી જણાશે. આ પછીના એટલે કે “શ્રી કેવળ પ્રભુનો સાથ-ભાગ ૩’ માં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતોમાં સર્વોચ્ચ કે ઉત્કૃષ્ટ સ્થાને બિરાજતા શ્રી અરિહંત ભગવાનનો મહિમા ગાવા ઇચ્છયું છે. તેના જ અનુસંધાનમાં શ્રી અરિહંત પ્રભુએ પ્રરૂપેલો અને અન્ય પરમેષ્ટિએ પોષેલો ધર્મ કેવો સનાતન અને મંગલમય છે, તેની આછી રૂપરેખા વર્ણવી, શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં આ ધર્મનું મંગલપણું કેવી ઉત્કૃષ્ટતાથી વણાયેલું હતું, તેનો પરિચય કરવા અને કરાવવાની અભિલાષા રાખી છે. અને ત્રીજા વિભાગના અંતિમ પ્રકરણમાં, ધર્મનો મૂળ પાયો ગુરુની આજ્ઞાએ ચાલવું એ છે, માટે ગુરુ પ્રતિ પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા કેળવવાં, એટલું જ નહિ પણ તેમની આજ્ઞાનુસાર જીવન જીવવાથી આત્માની શુદ્ધિ ઘણી ત્વરાથી થાય છે તેની સમજણ લેવા પુરુષાર્થ કર્યો છે. આત્મશુદ્ધિની સિદ્ધિ કરનાર જ માર્ગદર્શક હોય તો અન્ય જીવની કાર્યસિદ્ધિ ત્વરાથી થાય એ સ્વાભાવિક છે. આમ “આણાએ ધમ્મો, આણાએ તવો' એ સૂત્રની સાર્થકતા આ ત્રીજા વિભાગના અંતિમ પ્રકરણમાં સ્પષ્ટ કરવા વિચાર્યું છે, આ
xviii