________________
પ્રાકથન
આમ જ્યાં અને જ્યારે મુશ્કેલી લાગે ત્યાં અને ત્યારે હું પ્રાર્થના કરતી રહેતી હતી, અને તેનાં ફળ પણ માણતી હતી. એ વખતે રસોઈ બનાવતી વખતે જે એકેંદ્રિય જીવોની મારાથી હિંસા થતી હતી, તેનું મને ખૂબ દુ:ખ અનુભવાતું હતું. તેનાથી બચવા તે બધા જીવોની હું ક્ષમા માંગતી, અને તેઓનું ખૂબ કલ્યાણ થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી. સાથે સાથે મારી બનાવેલી રસોઈ જે જીવો જમે તેમને ખૂબ શાંતિ મળે, સન્માર્ગ મળે, સ્થૂળતા ન આવે, તંદુરસ્તી વધે, સહુના શુભ ભાવ વધતા જાય એવા એવા વિવિધ પ્રકારના ભાવો સહજતાએ કરતી હતી. આમ કરતાં કરતાં થોડા વખત પછી મને ખ્યાલ આવ્યો કે આ પ્રકારની પ્રાર્થના કરવાથી મારા જીવનસાથી શ્રી રજની મહેતાની કેટલીક એલર્જી નીકળી ગઈ હતી. ઉદા. વાટેલી રાઈ કે રાઈના કુરિયા ખાવાથી તેમની આંખ લાલ થઇ જતી, મગ કે મગની દાળની વસ્તુ સાંજે ભોજનમાં લેવાથી ખૂબ પિત્ત થતું, આંબલીની ચટણી ખાવાથી એસીડીટી થતી વગેરે તકલીફો દૂર થઈ ગઈ હતી. વળી, મારે ત્યાં આવી જમનારને રસોઈનો સ્વાદ અનુકૂળ લાગતો, એ ખાવાથી એમને ખોરાક નડતો નહિ એવું પણ અનુભવાયું. આવા આવા અનુભવોને લીધે પ્રાર્થનાનું બળવાનપણું અને મહત્તા મને ઊંડાણથી સમજાયાં. પરિણામે બધા આ વિશે જાણે તો સારું એવી ભાવના થઈ, અને પ્રભુ તરફથી લખવા માટે પ્રેરણા મળી. સાથે સાથે જીવનમાં કરેલી અને કરાતી ભૂલોની ક્ષમા માંગતા રહેવાથી જે રીતે કર્મક્ષય થતો અનુભવાયો તે પરથી ક્ષમાપના કરવાનાં રહસ્યો પણ ઉકેલાયાં. તે ઉપરાંત સામાન્ય પ્રસંગોમાં પણ જીવ સહેલાઈથી વિભાવમાં ચાલ્યો જાય છે, તેનાથી બચવા મંત્રસ્મરણ કેટલું ઉપકારી થાય છે તેનો અંદાજ જેમ જેમ આવતો ગયો તેમ તેમ આ ત્રણેના સુમેળથી વર્તતો ઉપકાર પ્રત્યક્ષ થયો. અને તે સુમેળથી આત્માનો અપૂર્વ સ્વભાવ કેવી રીતે પ્રગટ થતો જાય છે તેની સમજાણ પણ ક્રમે ક્રમે મળતી ગઈ. તેના અનુસંધાનમાં આત્માનો મૂળ સ્વભાવ પ્રગટ કરવા માટે શ્રી સપુરુષ કેવી ઉત્તમ સહાય કરે છે. તેની જાણકારી પણ વધતી ગઈ. પરિણામે શ્રી સપુરુષ માટે મારા હૃદયમાં ખૂબ ઊંડાણપૂર્વકનો અહોભાવ જમા થતો ગયો. અને આ અહોભાવને શ્રીમદ્ રાજચંદ્રના પત્રાંક ૮૭૫નો સથવારો મળવાથી, તેનો આધાર લઈ સપુરુષના ઉપકારથી આત્માના અપૂર્વ સ્વભાવનાં લક્ષણો કેવી રીતે પ્રગટ થાય છે
xvii