________________
પ્રાકથન
રીતે પ્રત્યેક વિભાગના પ્રકરણોની સુસંગતતા જળવાઈ રહે એ પ્રભુકૃપાથી લક્ષિત રાખ્યું છે. - અત્યાર સુધીના સર્વ લખાણમાં શ્રી કૃપાળુદેવનો સાથ તો અનન્ય અને અવર્ણનીય જ છે. અને હજુ પણ ભાવિના લખાણ માટે તેઓ એવો જ સાથ આપતા રહે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના તેમને કરું છે. તે ઉપરાંત આ સર્વ લખાણમાં મને મારા પૂ. માતાપિતા, તથા જીવનસાથીનો પરોક્ષ સાથ મળતો રહ્યો છે, એટલું નહિ પણ વિવિધ પ્રકારે મને પુત્રસમ નેહલ વોરા, પુત્ર પ્રકાશ તથા પુત્રીતુલ્ય અમીના સથવારા સાથે ભા. અજીતભાઈ, નલીનીબેન, કિશોરભાઈ તથા રેણુબેન અને અન્ય અંગત વ્યક્તિઓ તરફથી ઘણો સાથ મળતો રહ્યો છે. સાથે સાથે આ ગ્રંથના કંપોઝીંગ આદિમાં મારી ભાણેજ અમી ઠાકોર અને અનુરાગ ઠાકોરનો ફાળો પણ અમૂલ્ય જાણું છું. વળી, આ ગ્રંથના સુંદર છપાઈકામ તથા બાઈન્ડીંગનું ખાસ ધ્યાન રાખનાર મારા સ્વજન શ્રી અરુણભાઈ મહેતા તથા સુધાબહેન મહેતાનો પણ એવો જ ઉપકારી ફાળો અનુભવું છું. આ ઉપરાંત આર્થિક યોગદાન આપનાર સહુ આત્મીય જનો કેમ ભૂલાય? આ ગ્રંથનાં પ્રકાશન માટે વિવિધ પ્રકારે સહાય કરનાર સહુ આપ્ત જનોને શ્રી પ્રભુ પરમ કૃપા કરી આત્માની શુદ્ધિ કરાવે એ જ પ્રાર્થના છે.
આ ભાગમાં પણ વાચકને પુનરુક્તિદોષ જણાયા વિના રહેશે નહિ. પરંતુ સિધ્ધાંતોની ઉચિતતા સમજાવવા તથા જાળવવા પુનરુક્તિદોષ વહોરીને પણ માર્ગની સ્પષ્ટતા કરવા પુરુષાર્થ કર્યો છે, તો વાચક ગણ તેની ઉદાર દિલે ક્ષમા આપશે એવી આશા રાખું છું. અને આ ગ્રંથનો યથાર્થ ઉપયોગ કરવા વિનંતિ કરું છું.
3ૐ શાંતિ.
મુંબઈ તા. ૧૩.૩.૨૦૦૮, ગુરુવાર ફાગણ સુદ ૬, ૨૦૬૪.
એજ મોક્ષાભિલાષી સરયુ રજની મહેતા.
xix