________________
કેવળી પ્રભુનો સાથ
જેટલા ગણી કરે તેટલા જ ગણી વિશુદ્ધિ તે પછીના પ્રત્યેક સમયે કરતો રહે છે, આ વિશુદ્ધિની માત્રામાં ફેરફાર થતો નથી. એ જ રીતે અન્ય જીવ જે માત્રાથી વિશુદ્ધિ વધારે તેને માટે તે જ માત્રા તે પછીના કાળમાં હોય છે, તેમાં ફેરફાર થતો નથી, તેથી આ ગુણસ્થાન અનિવૃત્તિ (ફેરફાર વગરનું) બાદર ગુણસ્થાન કહેવાય છે. આઠમા ગુણસ્થાને આવો ફેરફાર સંભવિત છે, એક વખતે અસંખ્યગણી વિશુદ્ધિ થાય તો બીજી વખતે તે અસંખ્યાતગણીની સંખ્યામાં ફેરફાર થતો રહે છે તેથી તે નિવૃત્તિબાદ૨ ગુણસ્થાન કહેવાય છે. આવો ફેરફાર થવો નીકળી જાય છે ત્યારે તે અનિવૃત્તિબાદ૨ ગુણસ્થાન થાય છે. આ ગુણસ્થાને જીવ કર્મોનું અનિવૃત્તિકરણ કરે છે. તેમાં પ્રત્યેક સમયની વિશુદ્ધિ નિશ્ચિત હોય છે. આ ગુણસ્થાનના પ્રથમ સમયે અપ્રત્યાખ્યાની
તથા પ્રત્યાખ્યાની આઠ કષાયો પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિના થાય છે. તેના પછી નામકર્મની ૧૩ પ્રકૃતિ અને થિણદ્વિત્રિક (દર્શનાવરણની ત્રણ પ્રકૃતિ) મળી સોળ પ્રકૃતિનો ક્ષય થાય છે. તેના પછી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની આઠ કષાયો હણાય છે. તે પછીના અંતર્મુહૂર્ત કાળમાં નવ નોકષાય તથા ચાર સંજ્વલન કષાયનું અંતરકરણ થાય છે. આટલું કર્યા પછી જીવ નપુંસકવેદનો ક્ષય કરવા લાગે છે, તેનો ક્ષય કર્યા પછીથી સ્ત્રીવેદનો જીવ ક્ષય કરે છે, અને તેના પછી છ નોકષાય સમકાળે ક્ષય કરવા શરૂ કરે છે. જે સમયે આ છ નોકષાયનો ક્ષય કરે તે સમયે જીવ પુરુષવેદના બંધ, ઉદય અને ઉદ્દીરણાનો છેદ કરે; તે પછી પુરુષવેદ તથા હાસ્યષટકનો સમકાળે ક્ષય કરે.
આટલું કાર્ય પૂરું થતાં જીવ દશમા ગુણસ્થાને આવતાં પુરુષવેદનાં શેષ કર્મ ૫૨માણુઓને સંજ્વલન ક્રોધમાં સંક્રમાવે, સંજ્વલન ક્રોધને સંજ્વલન માનમાં સંક્રમાવે, શેષ રહેલા માનને સંજ્વલન માયામાં સંક્રમાવે, શેષ માયાને સંજ્વલન લોભમાં સંક્રમાવે. તે પછી જે અતિ અતિ સૂક્ષ્મ લોભ સત્તાગત રહ્યો હોય તેને પણ હણે, સત્તાથી ટાળે. છતાં અતિ અલ્પ લોભના પરમાણુઓ બચ્યાં હોય તેને જ્ઞાનાવરણમાં પરિણમાવી સૂક્ષ્મસંપ૨ાય ગુણસ્થાનને અંતે મોહનીયને મૂળથી ટાળે છે.
૩૭૪