________________
કેવળી પ્રભુનો સાથ
આત્માનુભવવાળી અવસ્થા તે ચોથું સમ્યક્ત્વ ગુણસ્થાન. શરૂઆતમાં સાધક જીવ થોડા કાળ માટે, પાંચ મિનિટથી વધારે સમય માટે ચોથા ગુણસ્થાને રહે છે ત્યારે તેનું સમિકત ઉપશમ સમિત કહેવાય છે. એ વખતે જીવ બળવાન બની મિથ્યાત્વના અને અનંતાનુબંધી કષાયના ઉદયને ટાળે છે, એટલે કે એ પ્રકૃતિઓનો ઉપશમ કરી સ્વનો આસ્વાદ લઈ કૃતાર્થતા અનુભવે છે. આવી સ્થિતિ જીવને વધુમાં વધુ અંતર્મુહૂર્ત કાળ સુધી ટકે છે. એ કાળે તે ચોથા ગુણસ્થાને રહે છે. અંતર્મુહૂર્ત કાળ પછી મિથ્યાત્વ કે અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં સ્વરૂપની અનુભૂતિ ત્યાગી તે જીવ પહેલા ગુણસ્થાને ઉતરી આવે છે. આમ થવામાં પણ માત્ર અંતર્મુહૂર્ત કાળ જ પસાર થાય છે. આમ કરતાં કરતાં ઘણીવાર ચડઊતર કર્યા પછી એક વખત સદ્ગુરુ આશ્રયે બળવાન બની બેઘડી સુધી આત્માનુભવમાં રહે છે, અને ત્યારથી તે એવો સમર્થ થાય છે કે મિથ્યાત્વ કે અનંતાનુબંધી કષાયને સત્તામાં જ રાખે છે, ઉદિત થવા દેતો નથી. માત્ર દર્શનમોહની સમ્યક્ત્વ મોહનીય પ્રકૃતિજ ઉદયમાં આવી શકે છે જે સમ્યક્ત્વને દૂષિત કરે છે પણ વમાવી શકતી નથી. આવી આત્માનુભવની દશા ક્ષયોપશમ સમિત થતાં જીવને આવે છે. તે પછીથી જીવનું ચોથું ગુણસ્થાન છૂટતું નથી. આ વિશેની વિશેષ સમજણ “ચૌદ ગુણસ્થાન”ની સમજણ ‘ક્ષમાપના’ની વિચારણા કરતી વખતે લીધી હતી, ત્યાંથી ગ્રહણ કરી લેવી. અહીં ક્ષયોપશમ સમિત મેળવવા માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત કેવી રીતે ઉપકારી થાય છે તે આપણે સમજવાનું છે.
જો જીવને પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામનાર હોય તેવા સત્પુરુષ સદ્ગુરુરૂપે મળે તો તેને વિશેષ લાભ થાય છે, કારણ કે તેમણે કરેલા જીવ સમસ્તના કલ્યાણના ભાવમાં આ જીવનો પણ સમાવેશ થઈ ગયો હોય છે. આમ ગુરુ શિષ્ય વચ્ચેનાં શુભ ઋણાનુબંધનો નાતો સહજતાએ બંધાઈ ગયો હોવાથી કલ્યાણભાવની આપલે ખૂબ સહજતાથી થતી જાય છે. જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે તેનાં સર્વ ઘાતી કર્મો પચાસ લાખ કરોડ સાગરોપમ કરતાં નાનાં થઈ ગયા હોય છે. અને એ વખતે તે જીવ તેના સદ્ગુરુના આત્મા સાથે એવું અનુસંધાન કરે છે કે તે કાળ
૩૪૪