________________
કેવળી પ્રભુનો સાથ
ભવમાં ફરીથી ચડી શકતો નથી, તેને પછડાટ એટલી મોટી લાગી હોય છે કે ફરીથી ચડવા માટે તેને ઓછામાં ઓછા ત્રણથી પંદર ભવના આરાધનની જરૂરીઆત રહે છે. જીવ એક જ ભવમાં વધુમાં વધુ ત્રણ વખત શ્રેણિ માંડી શકે છે.
જીવ જ્યારે સાતમા ગુણસ્થાનથી આગળ વધી ક્ષપકશ્રેણિ શરૂ કરે છે ત્યારથી કર્મકટિ કરવાનો તેનો પુરુષાર્થ ખૂબ બળવાન હોય છે. પ્રત્યેક સમયે તેની કર્મનિર્જરા અસંખ્યગણી થતી જાય છે, અને કર્માશ્રવ અસંખ્યાતમા ભાગનો થતો જાય છે. આ રીતે આઠમા ગુણસ્થાને આવતાં પહેલાં જીવ સાતમા ગુણસ્થાને યથાપ્રવૃત્તિકરણ કરે છે. ત્યાં પ્રતિ સમયે અનંતગુણ વધતી વિશુદ્ધિએ તે પ્રવેશે છે, અને આગળ વધવા માટે આયુષ્ય સિવાયની સાતે કર્મની સ્થિતિ એકસરખી નાની કરે છે. એ વખતે તેને શુભ પ્રકૃતિના બંધાદિ થાય છે, પણ તેનાં સ્થિતિઘાત રસઘાત આદિ તે કરતો નથી. આ ઉપરાંત તેને પ્રત્યેક સમયે અધ્યવસાય સ્થાનો અધિક અધિક થતાં જાય છે, અને આ પ્રમાણે યથાપ્રવૃત્તિકરણના ચરમ(છેલ્લા) સમય સુધી થાય છે. (અધ્યવસાય એટલે આત્માનાં પરિણામ), તેને લીધે આત્માની વિશુદ્ધિ પ્રતિ સમયે અનંતગણી થતી જાય છે.
સાતમા ગુણસ્થાને યથાપ્રવૃત્તિકરણ કર્યા પછી જીવ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને આવે છે. ક્ષપકશ્રેણિના આઠમાં ગુણસ્થાને જીવ પૂર્વે કદી કરી નથી એવી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે છે. પ્રતિસમયે વધતી અનંતગુણી વિશુદ્ધિ તેને અપૂર્વકરણના છેલ્લા સમય સુધી પ્રવર્તે છે. આ સ્થાને આત્માને સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ પદાર્થ સમકાળે પ્રવર્તે છે. ૧. સ્થિતિઘાત : જીવ આઠમા ગુણસ્થાને પૂર્વકર્મની જે સ્થિતિ પ્રથમ સમયે
હોય તેને પ્રત્યેક સમયે ઉત્તરોત્તર ઘટાડતો જાય છે, અર્થાતુ અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલી સ્થિતિનું કર્મ હોય તે તેના ચરમ સમયે સંખ્યાતગુણ
હીન થાય. ૨. રસઘાત: પૂર્વકર્મને રસ (અનુભાગ)ને પ્રત્યેક સમયે ઘટાડતા જઈ, તેના
ચરમ સમયે તેનો ઘણો ઘાત કરે.
૩૭૨