________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
આર્ત પરિણામ તૂટી જાય છે અને આશ્રવ ઘટી ભૂળ કર્મને જાડું થતું અટકાવે છે. વળી આ હળવાશવાળી પળોમાં તે જીવ એટલી સારી રીતે આરાધના કરી શકે છે કે તેનાં અશુભકર્મો લગભગ તૂટી જાય છે, અને જીવ પ્રભુકૃપાથી પાર ઊતરી શક્યો તેનો આનંદ માણી શકે છે. કદાચિત તેને વર્તતી ચિંતા જો પોકળ હોય તો તે ચિંતાના વ્યર્થ બોજાથી છૂટી જાય છે, અને તે જીવ સાચી રીતે આરાધન કરતો હોવાથી નવાં શુભ કર્મનાં બંધન કરતો જાય છે. સાથે સાથે અનેક જૂનાં કર્મથી નિવૃત્ત થતો જાય છે. જીવને જેમ જેમ આત્માનો રંગ ચડતો જાય છે, તેમ તેમ તેનું સંસારી પદાર્થોનું આકર્ષણ ઘટતું જાય છે, તેને દુન્યવી ભૌતિક પદાર્થો તુચ્છ લાગવા માંડે છે, અને એ પદાર્થો પ્રતિ અનુભવાતું નિર્મમત્વ તેને દેહથી ભિન્નપણે આત્માને અનુભવવામાં યોગ્ય નિમિત્ત પૂરું પાડે છે.
આમ સત્સંવ, સગુરુ અને સત્કર્મ માટે પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણભાવ જાગવાં તથા વધવાં, આસન ભવ્યપણું પ્રગટવું, આરાધન કરવા એકાંતવાસ સેવવો, ભૌતિક કે આત્મિક સ્થિતિ વિશે વર્તતી ચિંતાનો અભાવ કરવો, કુમાર્ગે દોરનાર પ્રત્યેક સંગથી છૂટા થઈ જવું, ભૌતિક પદાર્થો વિશેની પોતાની નિર્મમતા વધારતા જવી, આ વગેરે આત્માને દેહથી છૂટો પાડવા માટે એટલે કે ભેદવિજ્ઞાન કરવા માટેના બાહ્યના ઉત્તમ નિમિત્તો છે. અંતરંગ નિમિત્તમાં કાર્યસિદ્ધિ કરવાની બળવાન ભાવના એ મુખ્ય નિમિત્ત ગણી શકાય. આત્માને દેહથી છૂટો પાડવો એટલે ભેદવિજ્ઞાન કરવું. વિજ્ઞાન એટલે વિશેષ જાણકારી. અને ભેદ એટલે દેહ તથા આત્માનું છૂટાપણું. આવા છૂટાપણાનો નિયત કાળ માટેનો સ્પષ્ટ અનુભવ એટલે સમ્યગ્દર્શન. સમ્યક્દર્શનનો અનુભવ, એ મોક્ષમાર્ગનો પાયો છે, અને આ સ્થિતિ ચોથા ગુણસ્થાને આવે છે.
ચોથું ગુણસ્થાન એટલે સ્વરૂપ પ્રતીતિનું પહેલું પગથિયું. આ સ્થાને જીવને આત્માના પ્રત્યેક ગુણોના અંશોનો અનુભવ થાય છે. તેનાં લક્ષણો છે કષાયો શાંત થવા(અમ), મોક્ષમાં જવાની ઇચ્છા વધવી (સંવેગ), સંસારના પરિભ્રમણનો અંત લાવવાની ઇચ્છાને કારણે સંસાર ભોગવવાની ઇચ્છા મંદ થવી (નિર્વેદ), સપુરુષના આશ્રયે જ આ કાર્યસિદ્ધિ થઈ શકે તેમ છે તેવી શ્રદ્ધા થવી(આસ્થા) અને
૨૫૫.