________________
કેવળી પ્રભુનો સાથ
તે અનુભવ કરવા માટે જીવમાં આસન ભવ્યપણું આવવું જોઇએ, એકાંતવાસનું સેવન હોવું જોઇએ, ચિંતા માત્રનો તે ત્યાગી થાય અને ભેદવિજ્ઞાન કરે એ જરૂરી છે. આસન ભવ્યપણું એટલે સમીપ મુક્તિગામીપણું; સંસારથી છૂટવાની જોરદાર ઇચ્છા, સંસારનાં ભ્રમણથી છૂટવાની બળવાન ભાવના. આ ભાવનાને સફળ કરવા દુન્યવી જીવો અને પદાર્થોના સંગનો ત્યાગ કરવો, જે સંગ જીવને સંસારી લાલચોમાં ખેંચી જાય અને સન્માર્ગથી પાછા પાડે એવા સંગથી દૂર રહી, પોતે જેને ઈષ્ટ જાણ્યું છે તેની પ્રાપ્તિનો યોગ્ય પુરુષાર્થ એ એકાંતવાસ છે. સંગથી જીવને વિકલ્પરૂપ વાદળો ઉત્પન્ન થાય છે, અને આ વિકલ્પો આત્મધ્યાનરૂપ એકાગ્રતામાં વિઘ્ન કરે છે, ધ્યાનને મલિન કરે છે, તે કારણથી આત્મલક્ષથી ટ્યુત કરાવે તેવા સંગની નિવૃત્તિ કરવી જરૂરી છે. આવા સંગને છોડીને એકાંતમાં રહી આત્માનું ચિંતન તથા આરાધન કરનાર જીવમાં આત્માને દેહથી ભિન્નપણે અનુભવવાની યોગ્યતા આવે છે.
જીવને ઘણીવાર ઘણાં ઘણાં પ્રકારની ચિંતા સતાવતી હોય છે. હવે શું થશે, ક્યારે ધારેલી ઇચ્છા પાર પાડશે, મળેલો ઈષ્ટનો યોગ ટકશે કે નહિ, ન ગમતો અનિષ્ટનો યોગ થશે તો શું કરવું, માંદગી, મૃત્યુ આદિ અનિષ્ટ આવી જાય તો શું થશે, જીવનની સફળતા, લગ્નપ્રસંગ, ઉત્સવ આદિ ધારેલી રીતે નહિ ઉજવાય તો શું કરવું વગેરે વગેરે પ્રકારના જાતજાતના અને ભાતભાતના વિચારોમાં ગરક થવું તે આર્તધ્યાન કે ચિંતા છે. આ પ્રકારની ચિંતા આત્માની સ્થિરતાને તોડવા માટે વજ સમાન છે. એક વખત જો ચિંતા જીવમાં પ્રવેશી ગઈ તો તેનાથી છૂટકારો મેળવવો જીવને ખૂબ જ કઠણ પડે છે. પરંતુ જો પ્રભુને અને સત્પરુષોને આવા પ્રસંગો સંભાળી લેવા માટે હૃદયથી પ્રાર્થના કરવામાં આવે છે, પ્રભુની કરુણાના ગુણગાન અંતરંગથી કરવામાં આવે છે તો સહેલાઈથી જીવ ચિંતામુક્ત થઈ શકે છે, અને અશુભ કર્મને નિર્જરાવવામાં સારી રીતે સફળ થઈ શકે છે. નરસિંહ મહેતા, મીરાંબાઈ, માનતુંગાચાર્ય, સિદ્ધસેન દિવાકર આદિ આનાં સફળ ઉદાહરણો છે. આમ થવાનું કારણ એ છે કે જીવને શ્રદ્ધાન રહે છે કે પ્રભુ તથા સપુરુષ તેને આ જવાબદારી કે ચિંતામાંથી જરૂર મુક્ત કરશે, અને તેનું કાર્ય ઉત્તમતાએ પાર પાડશે. આ રીતે જીવમાં હળવાશ આવતી હોવાથી તેનાં
૨૫૪