________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
સર્વ દ્રવ્યોની સમય સમયની પર્યાય ઉપજે છે, અને વિણસે છે. આવા પરિણમનને નિમિત્તમાત્ર કાલદ્રવ્ય છે. લોકાકાશના એક એક પ્રદેશ પર એકએક કાલાણુ રહે છે તે નિશ્ચયકાળ છે. જેમ ઘટાદિને માટી ઉપાદાનકારણ છે અને ચાક દંડાદિ નિમિત્તકારણ છે તેમ સર્વ દ્રવ્યો પોતપોતાનાં પરિણામનાં ઉપાદાનકારણ છે અને કાળદ્રવ્ય નિમિત્તકારણ છે. જીવ અને પુદ્ગલના સૂક્ષ્મ કે સ્થળ પર્યાય છે તે ભૂતકાળમાં થઈ ગયા છે તેને અતીત કહ્યા, ભવિષ્યકાળમાં થશે તેને અનાગત નામથી કહ્યા અને અત્યારે જે વર્તે છે તેને વર્તમાન નામથી હ્યા છે. તેને જેટલી વાર લાગે છે તેને જ વ્યવહારકાળ કહ્યો છે. આવી પર્યાયની સ્થિતિ જઘન્યપણે એક સમય માત્ર છે, અને મધ્યમ તથા ઉત્કૃષ્ટના અનેક પ્રકાર છે. ત્યાં આકાશના એક પ્રદેશ પરથી નીકળી બીજા પ્રદેશ સુધી એક પુદ્ગલપરમાણુને મંદગતિએ જતાં જે કાળ જાય, તે કાળને એક સમય કહ્યો છે. તેના પછી આવલી, ઉશ્વાસ, સ્તોક, લવ, ઘડી, મુહૂર્ત, રાત્રિદિવસ, માસ, વર્ષ, આદિ રૂપે વ્યવહારકાલની ગણતરી કરવામાં આવે છે.
અહીં સંક્ષેપમાં વિચારેલી લોકસ્વરૂપ ભાવનાને જીવ જ્યારે વિસ્તારથી વિચારે છે ત્યારે છએ દ્રવ્યનાં સ્વરૂપની સમજણ નિશ્ચયથી મેળવે છે, અને તેના આધારે તેની એકત્વ ભાવના ખૂબ ઊંડી અને નિશ્ચળ બને છે. આ પ્રકારનો દ્રવ્યાનુયોગનો વિસ્તાર જીવને પ્રાથમિક કે મધ્ય કક્ષાએ યથાર્થ રીતે લક્ષમાં આવી શકે તેવો નથી. પરંતુ જ્યારે તે શ્રેણિ માંડવાની પાત્રતા વધારે, સ્વરૂપમાં સ્થિર રહેવા શ્રુતકેવળીપણું પ્રગટાવી ઉત્કૃષ્ટતા તરફ લઈ જાય, ત્યારે તેનામાં આ બધું સમજવાની તથા અનુભવવાની ક્ષમતા આવે છે. તે પરપદાર્થોના સ્વરૂપને જાણી, સમજી તેનાથી હઠી જઈ સ્વસ્વરૂપમાં એકાગ તેમજ નિમગ્ન થવાનો સાચો અને યોગ્ય પુરુષાર્થ ઉપાડી શકે છે.
એકત્વભાવનાનાં ઘૂંટણથી જીવ પોતાને અન્ય પદાર્થોથી અલિપ્ત કરી શકે છે, અને લોકસ્વરૂપભાવનાનાં બળથી તે અન્ય કોઈ પણ પદાર્થ પ્રત્યેના પોતાના ખેંચાણને રોકી દે છે. આમ આ બે ભાવનાના સહારાથી તે વીતરાગ થઈ, શેષ કર્મોનો ક્ષય
૨૭૭