________________
કેવળી પ્રભુનો સાથ
કરવામાં નિઃસરણીરૂપ ક્ષપકશ્રેણિ આરાધી શકે છે. તે વખતે તેને વિશેષતાએ એવા ભાવ વર્તે છે કે
“હે જીવ! તું મોહ ન કર, રાગ ન કર, દ્વેષ ન કર. પ્રમાદથી મુક્ત થઈ તું સ્વરૂપમાં લીન થા. તું સમાધિમાં રહે. તારાં સમપરિણામ તને શાંતિ આપશે. તારું કોઈ જ નથી. તું એકલો જ છે. એક સદ્ધર્મ અને શ્રી પ્રભુ તારા છે. તું તારામાં નિમગ્ન થા.” આવા ભાવ કરતાં કરતાં જીવ શ્રી પ્રભુને પ્રાર્થે છે કે,
“હે પ્રભુ! હું એકાકી છું. મારું કોઈ નથી, માત્ર એક તમે જ મારા સાથીદાર છો. હું મારા આત્મામાં સ્થિર થાઉં છું. અને એ દ્વારા હું તમારામાં એકરૂપ થાઉં છું. હે શુધ્ધસ્વરૂપના સ્વામી! મને તમે સતત પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતાનો ઉત્તમ ત્રિવેણીસંગમ આપો કે જેથી હું રાગદ્વેષ તથા મોહના પાશમાં ફસાઉં નહિ."
આ પ્રકારના ભાવો જીવને વૈરાગ્યમાંથી વીતરાગતા તરફ લઈ જાય છે. અને વીતરાગતાની શીતળતા છેલ્લે ઘાતીકર્મોની પીસ્તાલીસ પ્રકૃતિનો ક્ષય કરાવી આત્માના પરમ વિશુદ્ધ પદની પ્રાપ્તિ કરાવે છે. આત્મા કેવળજ્ઞાન કેવળદર્શનને પ્રગટાવી પોતાના પૂર્ણ નિર્વિકલ્પ સ્વભાવને પ્રગટ કરે છે.
આત્માર્થે આગળ વધતા જીવના બે પ્રકાર જોવા મળે છે. કેટલાક જીવો કર્મનો નાશ કરી આત્માની શુદ્ધિ વધારવાનો દૃષ્ટિકોણ ધરાવતા હોય છે. તેવા જીવો એવી વિચારણા રાખતા હોય છે કે મારા પુરુષાર્થની એટલી બધી વૃદ્ધિ થાઓ કે જેથી હું કર્મોને જલદી જલદી તોડી કર્મથી રહિત થવાનો પુરુષાર્થ સતત કરતો રહી આગળ વધી જાઉં, એટલે કે એ જીવોનું ધ્યેય અથવા લક્ષ મુખ્યતાએ કર્મનો નાશ કરી વિકાસ કરતા જવાનું રહે છે. આમ તેનાં ધ્યેયનાં કેંદ્રસ્થાને કર્મ રહે છે. કેટલાં કર્મ ગયાં તેનું ગણિત મુખ્ય સ્થાન મેળવે છે, અને કર્મ જવાથી કેટલી શાંતિ વધી તેનું ગણિત થોડું ગૌણ બને છે. બીજા પ્રકારના
૨૭૮