________________
કેવળી પ્રભુનો સાથ
સ્પર્ધાદિ પરિણામ સ્વરૂપથી ઇન્દ્રિયોને ગ્રહણ કરવા યોગ્ય છે. અને તે દ્રવ્ય જીવ પર ઘણા પ્રકારે ઉપકાર પણ કરે છે, તેનાથી દેહ, ઇન્દ્રિય, મન, વચન, ઉશ્વાસ, નિશ્ચાસ બંધાય છે, અને તે વડે જીવનું જીવિતવ્ય થાય છે. વળી, જીવ પુદ્ગલને કારણે મોહ, મમત્વ આદિ વિભાવ કરે છે, અને કર્મબંધ તથા કર્મનિવૃત્તિની પ્રવૃત્તિ કરી શકે છે. આ પુગલની શક્તિ અચિંત્ય છે, તેની શક્તિના કારણે જીવનો કેવળજ્ઞાનનો સ્વભાવ પણ વિણશી જાય છે. તેમ છતાં પુગલ કરતાં આત્માની શક્તિ અનંતગણી છે અને તે શક્તિના આધારે જીવ એકેંદ્રિયથી વિકાસ કરી સિદ્ધભૂમિનાં શાશ્વત સુખનો અધિકારી થાય છે.
આવા એકમેકમાં રાચતાં જીવ તથા પુગલને લોકમાં ગમન કરવા માટે ધર્મદ્રવ્ય સહકારી થાય છે. અને સ્થિતિ કરવા માટે અધર્મદ્રવ્ય સહકારી થાય છે. તે બંને દ્રવ્યો આખા લોકમાં પથરાયેલાં છે; તેઓ પોતે ગતિ કે સ્થિતિ કરતાં નથી, પણ જીવ તથા પુદ્ગલને ગતિ તથા સ્થિતિ કરવા માટે સહાય કરે છે. અને તેમ થવામાં જીવની પ્રેરણા કારણભૂત હોય છે. આ બંને દ્રવ્યો લોકની બહાર પથરાયેલાં નથી તેથી ત્યાં કોઈની ગતિ થઈ શકતી નથી.
આવાં સમસ્ત દ્રવ્યોને અવકાશ આપવા સમર્થ છે તે આકાશ દ્રવ્ય છે. તે લોક તથા અલોક એવા ભેદથી બે પ્રકારે છે. લોકમાં પોતા સહિત બીજા પાંચ દ્રવ્યોને રહેવાની જગ્યા આપે છે તે લોકાકાશ કહેવાય છે, અને જ્યાં આકાશ સિવાય એક પણ દ્રવ્ય નથી તે અલોકાકાશ છે. આવી જાતની અવગાહના દેવાની શક્તિ આકાશ સિવાયના અન્ય દ્રવ્યોમાં પણ છે, જેમ પાત્રમાં જળ ભરી તેમાં ભસ્મ નાખીએ તો સમાઈ જાય છે, સાકર નાખીએ તો તે પણ સમાઈ જાય છે અને સોય ખોસીએ તો તે પણ સમાઈ જાય છે. આમ છતાં સર્વ કરતાં આકાશની અવગાહના શક્તિ સહુથી વિશેષ હોવાથી બધાં જ દ્રવ્યો તેમાં સમાય છે, એટલે આકાશની શક્તિને વિશેષ ગણી છે. આકાશના એક પ્રદેશમાં પુદ્ગલનાં અનંત પરમાણુ, એક જીવનો પ્રદેશ, એક ધર્મદ્રવ્યનો પ્રદેશ, અધર્મદ્રવ્યનો એક પ્રદેશ અને એક કાલાણુ સમાય છે. આ આકાશદ્રવ્યની અવગાહના શક્તિની વિશેષતા છે.
૨૭૬