________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
નિત્યનિગોદમાં અનંતાનંત જીવો કર્મથી અવરાઈને પડ્યા છે. તેઓ અત્યાર સુધીમાં ક્યારેય ત્યાંથી બહાર નીળ્યા નથી. જ્યારે એક કેવળ પ્રભુ આઠે કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે, ત્યારે તેમની કૃપાથી અને તેમના પ્રભાવથી એક જીવ નિત્યનિગોદમાંથી બહાર નીકળી, ઈતર નિગોદમાં પૃથ્વીકાયરૂપે એક સ્પર્શેન્દ્રિયવાળો દેહ ધારણ કરે છે. જ્યાં સુધી જીવને સિદ્ધ થતા પ્રભુનું નિમિત્ત મળતું નથી, ત્યાં સુધી તે નિત્યનિગોદની બહાર નીકળી શકતો નથી. એક શુધ્ધાત્મા સંસારનું પરિભ્રમણ પૂર્ણ કરી સિદ્ધ થાય છે, ત્યારે જ એમની કૃપાનું નિમિત્ત મેળવી એક જીવ પૃથ્વીકાયરૂપથી સંસારનું પરિભ્રમણ શરૂ કરે છે. આમ સંસારમાં પરિભ્રમણ કરતા જીવોની સંખ્યા સદાકાળ માટે એક સરખી જ રહે છે, ક્યારેય વધઘટ થતી નથી. પરિભ્રમણની શરૂઆત કરનાર જીવ નિયમપૂર્વક માટી, પત્થર, પૃથ્વી આદિ પૃથ્વીકાયનું રૂપ ધારણ કરે છે. અને એ સ્થિતિમાં ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ અને જઘન્ય અંતમુહૂર્ત કાળના આંતરે સતત જન્મમરણ કરતો રહે છે.
શ્રી પ્રભુના જણાવ્યા પ્રમાણે અનંતાનંત જીવો નિત્યનિગોદમાં તેમના ગુપ્ત ભાવ અનુસાર ગતિ આગતિ કર્યા કરે છે. જેમ અતિ ઉષ્ણતા રહી પાણી ઉકળે છે તેવી રીતે અતિ બળવાન કષાયભાવ ગુપ્તતાએ વેદી, તેના ઉકળાટથી આ જીવો નિત્યનિગોદમાં ખદબદતા રહે છે. તેમને અત્યંત સૂકમપણે ભાવો વર્તતા હોય છે. તેમ છતાં તેને પણ સજ્જન દુર્જનના ભાવોની અસર થતી હોય છે. જેમ સપુરુષના યોગમાં આવી જીવ સારા ભાવવાળો બને છે, ઉત્તમ મનુષ્ય ગતિ પામીને છૂટવાના દ્વાર સુધી તે પહોંચી શકે છે, અને દુર્જનના સંપર્કમાં આવી અશુભભાવવાળો બને છે અને માઠી નરક કે તિર્યંચ ગતિમાં પહોંચી જાય છે, તેમ જ શ્રી પ્રભુનાં કેવળી સમુદ્યાત વખતે પ્રભુનાં અતિશુભભાવવાળા પ્રદેશો નિત્યનિગોદમાં જાય છે ત્યારે તેનો સંપર્ક પામનાર જીવનાં અતિ અલ્પ માત્રમાં શુભભાવ થાય છે. આ રીતે વારંવાર કેવળી સમુઘાતનો લાભ નિત્યનિગોદના જીવને મળે છે ત્યારે તે જીવો નિત્યનિગોદની ઉપરની સપાટીએ આવે છે. આમ અંશે હળવા બની, નિગોદની ઉપરની સપાટી સુધી આવનાર જીવો શ્રી તીર્થંકર પ્રભુનાં કલ્યાણકોનું નિમિત્ત પામી, તેમનાં સાત પ્રદેશ શુદ્ધ કરે છે.
૩૦૫