________________
કેવળી પ્રભુનો સાથ
ક્ષાયિક સમકિત - દર્શનમોહની ત્રણે પ્રકૃતિ તથા
ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડીના સર્વ નિષેકોનો સર્વથા નાશ થવાથી, જે અત્યંત નિર્મળ તત્વાર્થ શ્રદ્ધાન થાય છે તે ક્ષાયિક સમ્યકત્વ છે. ક્ષાયિક સમ્યકત્વ ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીમાંના કોઈ પણ ગુણસ્થાને થઈ શકે છે.
ક્ષમા – ક્ષમા કરવી એટલે જતું કરવું. પોતે બીજા કોઈનો અપરાધ કર્યો હોય તો પશ્ચાત્તાપ સહિત ક્ષમા માગવી એ એક; અને બીજા જીવે પોતાનો અપરાધ કર્યો હોય તેવા પ્રસંગે તે જીવ પ્રતિ બદલો લેવાની વૃત્તિ ન કરવી, તેના પ્રતિ કષાય ન કરવા, હિંસાદિ પ્રવૃત્તિ ન કરવી અને ક્ષમા આપવી આ બીજી; એમ બંને અપેક્ષાએ
ક્ષમા'નો ગુણ સમજવાનો છે. ક્ષમાપના - ક્ષમાપના કરવી એટલે સર્વ અન્ય
જીવો પ્રતિના જે જે દોષભાવ પોતાનાં મનમાં વસ્યા હોય તેને અંતરંગથી છોડી દેવા, અને તે પછી અન્ય સર્વને પોતા માટે થયેલા વિષમભાવ
ત્યાગી દેવા વિનમ્ર બની વિનંતિ કરવી. ક્ષયોપશમ સમકિત - આ સમકિતમાં દર્શનમોહની
ત્રણ પ્રકૃતિ અને ચારિત્રમોહના અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ થાય છે. અર્થાતુ મોટાભાગના અનંતાનુબંધી કષાયો તથા મિથ્યાત્વનો ક્ષય અને નાનાભાગનો ઉપશમ હોય છે.
જ્ઞાન – જેના દ્વારા વસ્તુને જાણીએ, જેનાથી વસ્તુ વિશેના ધર્મની જાણકારી આવે તે “જ્ઞાન” છે. કોઈ પણ પદાર્થનો જ્યારે વિશેષ બોધ જીવને થાય છે ત્યારે તે જ્ઞાન કહેવાય છે.
જ્ઞાનાવરણ કર્મ - કોઈ પણ પદાર્થની જ્યારે વિશેષ જાણકારી જીવને થાય છે ત્યારે તે જ્ઞાન કહેવાય છે. આત્માનાં અનંત જ્ઞાન પર કર્મ પુદ્ગલો આવરણ કરી જ્ઞાનને મંદ કરતા જાય તે કર્મ પુગલો જ્ઞાનાવરણ કર્મ તરીકે ઓળખાય છે. અર્થાત્ તે કર્મ આત્માના જ્ઞાનને પ્રગટ રહેવા દેતું નથી.
૪૦૪