________________
વેદનીય શાતા વેદનીયમાં પરિણમે તે સંક્રમણ છે.
સંજ્વલન જે કષાયને દાબવામાં જીવને ઝાઝો પરિશ્રમ પડે નહિ તે સંજ્વલન કષાય કહેવાય છે.
સંયમ - વિષયોની આસક્તિમાં જતી ઇન્દ્રિયોને રોકવી, તેને ધર્મમાર્ગમાં રહેવા સ્થિર કરવી એ સંયમ છે. જે પ્રવૃત્તિમાં મન, વચન, કાયા પ્રવર્તાવવાથી કષાયો વધે, કર્મનો આશ્રવ વધે તેવી પ્રવૃત્તિ કરતાં રોકાઈ જવું, અટકી જવું એ સંયમ છે.
-
સંવર - પાપ અથવા પુણ્ય કર્મને આત્માના પ્રદેશો પર આવતાં રોકવાં તે સંવર તત્ત્વ છે. સંવરભાવના - જ્ઞાન, ધ્યાનાદિમાં પ્રવર્તી જીવ કર્મને આવતાં રોકે તે સંવરભાવના.
સંવેગ સંવેગ.
-
સંસારીભાવ સંસારી શાતાનાં સાધનો જેવાં કે ધન, કુટુંબ, સત્તા, વૈભવ, પરિગ્રહ આદિની પ્રાપ્તિ તથા ભોગવટામાં જ સુખ માનવાથી, તે શાતા જીવને માટે બળવાન આકર્ષણનું નિમિત્ત બને છે. આ સંસારી શાતાનો લોભ સંસારીભાવ છે અને તેનાં કારણે જીવ સત્પુરુષે જણાવેલાં આત્મલક્ષને ગૌણ કરી નાખે છે.
-
સંસારભાવના - જીવ આ સંસારમાં અનંતકાળથી રખડયો છે, આ સંસાર મારો નથી. તેનાથી હું ક્યારે છૂટીશ એમ ચિંતવવું તે સંસારભાવના. સંજ્ઞા - જીવની વિચારશક્તિ અને વિવેકશક્તિ તે સંજ્ઞા છે. તેના આધારે જીવ ભૂત, વર્તમાન તથા ભાવિના વિચાર કરે છે.
૪૦૩
સંક્ષીપંચેન્દ્રિય - પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞા(સારાસાર વિવેક) સહિતનો જીવ. આવા જીવને દશ પ્રાણ હોય છેઃ પાંચ ઇન્દ્રિય, મનોબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય.
હિંસા મોક્ષમાં જવાની અભિલાષા સેવવી તે
સ્ત્રીવેદ નોકષાય - પુરુષને ભોગવવાની ઇચ્છા તે થાય, પુરુષ સાથે સંયોગ કરવાનું મન થાય, ભાવ સાકાર થાય તે સર્વ સ્ત્રીવેદ નોકષાયના વિભાગમાં આવે.
હાસ્ય નોકષાય
કારણ વગર, મશ્કરી રૂપે, તુચ્છકારથી કે અન્ય કોઈ કારણથી જ્યારે હસવાનું થાય છે ત્યારે હાસ્ય નોકષાય ઉદિત થાય છે.
પરિશિષ્ટ ૧
હાસ્ય ષટક્ હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા એ છ નોકષાય ને હાસ્યષટક્ કહેવાય છે.
-
-
-
સ્થૂળ હિંસા એટલે એક જીવને તેનાં શરીરથી છૂટો પાડી દેવો, અર્થાત્ જીવને જે અતિપ્રિય છે તેવા દેહનો વિયોગ કરાવી, તેને ખૂબ જ દુ:ખ પહોંચાડવું. હિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે એક જીવ દ્વારા બીજા જીવની સૂક્ષ્મ પણ દૂભવણી કરવી. ટૂંકામાં અન્ય જીવને દૂભવવો એ હિંસાનું કાર્ય છે.
ક્ષપકશ્રેણિ - જે જીવ ક્ષપક શ્રેણીએ આગળ વધે
છે, તે જીવ ઉદિત થતાં અને ઉદિત થવાનાં સર્વ કર્મનો ક્ષય કરતો કરતો પ્રગતિ કરે છે; તે અપ્રમાદી રહી આઠ, નવ, દશ ગુણસ્થાને આવી, બારમા ગુણસ્થાને કૂદકો મારે છે. બારમાના અંતે ઘાતીકર્મોનો પૂર્ણ ક્ષય કરી તેરમા ગુણસ્થાને આવે છે. આ શ્રેણીમાં કોઈ પણ કર્મને દબાવવાનો અવકાશ જ નથી, માત્ર ક્ષય કરવો જ અનિવાર્ય છે.