________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
જીવ જ્યારે યોગ્ય સમજણ પ્રાપ્ત કરી, સપુરુષના આશ્રયે જાય છે, તે વખતે તેને સપુરુષ પ્રતિ પ્રેમ, શ્રદ્ધા વધવા સાથે અર્પણભાવ પણ વધે છે અને સપુરુષની આજ્ઞાએ વર્તવાનો નિશ્ચય તેનામાં આવતો જાય છે, આ સાથે તેનામાં આત્મસ્વરૂપની ઓળખ શરૂ થાય છે, આત્માના અપૂર્વ સ્વભાવનો અને લક્ષણોનો પરિચય આરંભાય છે અને તેનું પરિભ્રમણ પરિમિત થતું જાય છે. આમ તેને આત્માના સ્વભાવનું અપૂર્વપણું પ્રગટપણે સમજાવું શરૂ થાય છે. આવી પ્રગટતા થવામાં શ્રી સત્પરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ મુખ્ય પ્રેરણાદાતા થાય છે. જીવને વિશેષ પ્રકારે આત્માની ઓળખ શરૂ થાય છે.
સપુરુષનાં વચનામૃત, મુદ્રા તથા સત્સમાગમને દર્શનમાત્રથી પણ નિર્દોષ ગણ્યાં છે, તેનો અર્થ આપણે આ રીતે વિચારી શકીએ. સંસારનાં પરિભ્રમણ દરમ્યાન જીવ ઘણા ઘણા પ્રકારના દોષ કરતો જ રહે છે, અને બંધન બાંધતો જ જતો હોય છે. આવા બંધનકર્તા દોષોથી છોડાવવાનું કામ, જીવને દોષો કરતાં અટકાવવાનું કામ શ્રી સપુરુષ કરે છે. તેમનાં દર્શન કરવાથી જીવને તેમના તરફથી એવી પ્રેરણા મળે છે કે જીવનું સદોષપણું ઘટતું જાય છે, અને તેનું નિર્દોષપણું – દોષરહિતપણું વધતું જાય છે. આપણે જોયું કે સત્પરુષના સંપર્કથી જીવ દોષ ઘટાડતાં ઘટાડતાં એકેંદ્રિયપણામાંથી વિકાસ કરી ઠેઠ સંજ્ઞીપંચેન્દ્રિયપણા સુધી પહોંચે છે. આ પરથી આપણને સમજાય છે કે જીવના દોષો સપુરુષના યોગથી જ ઘટતા જાય છે, પરિણામે બંધન પણ ઘટતાં જાય છે. આવરણકર્તા બંધન જવાથી જીવને એક પછી એક ઇન્દ્રિયની વિશેષતા થતી જાય છે, સાથે સાથે જીવ જેમ જેમ સમ્પરુષનાં સમાગમથી દોષો ઘટાડતો જાય છે, પોતાની નિર્દોષતા વધારતો જાય છે તેમ તેમ તે સંસારની સુવિધા તથા શાતા એ જ સત્પરુષની કૃપાથી પામતો જાય છે. આ હકીકત વિચારતાં આપણને સ્પષ્ટ થાય છે કે જીવે પોતાના દોષો ઘટાડવા માટે સત્પરુષના નિષ્કારણ ઉપકારને સારી રીતે સ્વીકારવો જોઇએ. જીવ જો સપુરુષનાં વચનામૃત, મૃદ્રા અને સત્સમાગમને યોગ્ય પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતાપૂર્વક માન્ય કરે તો તે સર્વ જીવને માટે એકાંતે કલ્યાણરૂપ નીવડે છે. તેને આત્માના સ્વભાવનો, લક્ષણનો પરિચય શરૂ થાય છે. તેનું પરિભ્રમણ
૨૩૧