________________
કેવળી પ્રભુનો સાથ
તેવા ઉપાયની અત્યંત જરૂરિયાત રહે છે. શ્રી પ્રભુની કૃપાથી શ્રી સદ્ગુરુ એ ઉપાય સૂચવી શકે છે, અને તે છે પૂર્વે કરેલી ભૂલોની શ્રી પ્રભુની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગવી અને અન્ય જીવોને તેમની ભૂલોની ઉદારતાપૂર્વક ક્ષમા આપવી. ઉદયમાં આવી ખરતાં કર્મો સાથે ક્ષમા માંગવાથી અને આપવાથી સત્તાગત કર્મો ઘણી વિશેષ ઝડપે ખરે છે. વળી, ક્ષમા માગવાના અવસરે નવાં કર્મબંધ અત્યંત અલ્પ થાય છે. આથી ક્ષમાપનાના સાધનની સહાયથી જીવ બળવાન ‘સકામ નિર્જરા” કરી શકે છે. નિર્જરા એટલે પૂર્વે બાંધેલાં કર્મો ખેરવવાં, ઉદયમાં આવેલા કર્મોને ભોગવી નિવૃત્ત કરવાં તે અકામ નિર્જરા. અને ઇચ્છાપૂર્વક સત્તાગત કર્મોને ઉદિત કર્મોની સાથે ખેરવી નાખવાં તે સકામ નિર્જરા. અકામ નિર્જરા કરતાં નવા બંધ વિશેષ થાય છે, સકામ નિર્જરા કરવાથી નવા બંધ અલ્પ થાય છે. તેથી મુક્તિ ઇચ્છતા જીવે સકામ નિર્જરા કરવી આવશ્યક છે.
સકામ સંવર તથા સકામ નિર્જરા જીવ એકસાથે ઊંડા ધર્મધ્યાન તથા શુધ્યાનમાં કરી શકે છે. ધર્મધ્યાનમાં લીન થવાથી જીવ દેહ, ઇન્દ્રિય, ભોગપભોગની સામગ્રીથી અલગ થઈ, સ્વરૂપમાં લીન થાય છે, અર્થાત્ આત્માનો અનુભવ કરવામાં એકાગ્ર થાય છે. તે વખતે તેનામાં અવ્યક્ત એવા શુભ વિચારો ચાલતા હોય છે. જીવને પોતાને તે શુભ વિચારોનો લક્ષ રહેતો નથી, પણ શ્રી પ્રભુના જ્ઞાન પ્રમાણે શુભ વિચારો તેને વર્તે છે. ત્યારે શુક્લધ્યાનમાં તેના શુભવિચારો અતિશુભ બનવા સાથે અતિ સૂક્ષ્મ પણ થઈ જાય છે. ધ્યાનની સહાયથી જીવ સ્વરૂપાનુસંધાન કરે છે ત્યારે તે સકામ સંવર મોટા પ્રમાણમાં કરી શકે છે. જેટલા પ્રમાણમાં તે સ્વરૂપમાં લીન થાય છે તેટલા પ્રમાણમાં નવાં કર્મો આવતાં અટકી જાય છે. એટલે કે ત્યાં સકામ સંવર થાય છે. વળી, જીવ જ્યાં વિકલ્પમાં જાય એવી સ્થિતિ હોય ત્યાં સમપરિણામ રાખી, સ્વરૂપના આનંદમાં જીવ એકાગ્ર થાય છે. તેથી તેની પૂર્વકર્મની નિર્જરા અસંખ્યગણી થઈ જાય છે. એટલે કે સામાન્ય સ્થિતિ કરતાં અસંખ્યગણી નિર્જરા જીવ ધાનાવસ્થામાં કરી શકે છે. નિર્જરાની માત્રા ધ્યાનના ઊંડાણને આધારે નક્કી થાય છે. આ રીતે ધ્યાન સકામ સંવર અને સકામ નિર્જરા એકસાથે કરવા માટે ઉત્તમ
૧૫૨