________________
મંત્રસ્મરણ
નવાં વધતાં કર્મોને અટકાવવામાં ન આવે તો જૂનાં કર્મો ભોગવાઈને ખરતાં જાય અને તેનાં સ્થાને નવાં કર્મો સતત વધતાં જાય; એટલે કે ‘આંધળો વર્ણ અને વાછડો ચાવે' તેના જેવું થાય. આ પ્રમાણે તો અનાદિકાળથી જીવ સંબંધી બનતું જ આવ્યું છે. તેનાથી છૂટવા માટે, નવીન કર્મો વધવા દેવામાં ન આવે અને સાથે સાથે જૂનાં કર્મો ઝડપથી ખેરવવામાં આવે તો જ કોઇક કાળ એવો આવે કે જ્યારે જીવ કર્મોથી સંપૂર્ણ મુક્ત થઈ પૂર્ણ વિશુદ્ધિ માણી શકે.
આવતાં નવીન કર્મો રોકવાં એટલે કર્મોનો સંવર કરવો. આ સંવર કરવા માટે ‘પ્રાર્થના' એ ઉત્તમ સાધન છે. જે સાચા અને ઉત્તમ ભોમિયા મળ્યા છે તેમના સમક્ષ, પોતાને જેની જરૂરિયાત છે તેની સવિનય વિનંતિ સહિત માગણી કરવી એ જ પ્રાર્થના. સદ્ગુરુ સમક્ષ અથવા તો સદ્ગુરુ જેમની આજ્ઞાએ પ્રવર્તે છે તે શ્રી અરિહંતપ્રભુ સમક્ષ પ્રાર્થના કરવાથી જીવ અનેકવિધ નવીન કર્મબંધનથી બચી જાય છે. પ્રાર્થના કરતી વખતે જે અશુભ કર્મના કે શુભ કર્મના ઉદય ચાલતા હોય છે તેનાથી અલિપ્તપણું અનુભવાતું હોવાથી નવીન બંધો અત્યંત અલ્પ થાય છે. વળી, પ્રાર્થનાનાં ફળરૂપે મતિ સવળી બનતી હોવાથી સર્તનની પ્રાપ્તિ થાય છે; તેનાથી ભાવિનાં અનેકવિધ કર્મો ટાળી શકાય છે. શ્રી પ્રભુને અથવા શ્રી સદ્ગુરુને વિનંતિ કરતા રહેવાથી તથા તેમની આજ્ઞાએ ચાલવાની વૃત્તિ કેળવતા જવાથી જીવના મોટામાં મોટા શત્રુ ‘સ્વચ્છંદ’ને મહાત કરી શકાય છે. પ્રાર્થના દ્વારા પ્રભુનો જે સાથ મળે છે, તેના આધારે અનેક પાપકર્મોનો રોધ સહેલાઈથી કરી શકાય છે. આમ હ્રદયપૂર્વક પ્રાર્થના કરી, જીવ સંવર તત્ત્વનું આરાધન કરી આત્માનુભવી થવાની પોતાની પાત્રતા તૈયા૨ ક૨ે છે.
શ્રી પ્રભુ તથા શ્રી સદ્ગુરુ સમક્ષ પોતાને જે ઇષ્ટ છે અને જેનાથી છૂટવું છે તેનાં નિવેદનરૂપ પ્રાર્થના વિનયભક્તિ સહિત કરવાથી કર્મનો સંવર થાય છે તે ખરું; પણ તેનાથી, જે જીવને જૂનાં કર્મથી જલદીથી નિવૃત્ત થવું છે તે હેતુ બર આવતો નથી. કારણ કે જો એક પછી એક ઉદયમાં આવતાં કર્મ ખાલી કરવામાં આવે તો ઘણો લાંબો ગાળો તેમાં પસાર કરવો પડે છે. તેથી એક સાથે જૂનાં કર્મોનો ખે બોલી જાય
૧૫૧