________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી પ્રભુને દેશના પ્રકાશવાનો ઉદય આવે છે, તે પહેલાં બે ઘડીએ વૈમાનિક દેવોને તેનો લક્ષ થાય છે. અને આ ઉત્તમ કાર્યને બિરદાવવા તથા સફળતાની ટોચે પહોંચાડવા કેટલાક દેવો પ્રવૃત્તિશીલ બની જાય છે. જે સ્થળે પ્રભુની દેશના પ્રકાશાવાની હોય તે સ્થળને કેટલાક દેવો શણગારે છે. એ પવિત્ર ભૂમિ પર દેવો અચેત સુગંધી પુષ્પોની વૃષ્ટિ કરી એ સ્થળને રંગબેરંગી અને આકર્ષક બનાવે છે. દેવો દ્વારા થતી આ ચેષ્ટા સુરપુષ્પવૃષ્ટિ કહેવાય છે (૧). પ્રભુની દેશના પ્રકાશવાની છે તેનો લક્ષ થતાં કેટલાક દેવો અતિ ઉત્સાહિત થઈ લોકોને જાણ કરવા નીકળી પડે છે. તેઓ પોતાનાં વિશિષ્ટ વાદ્ય દુંદુભિ' વગાડી લોકોને જણાવે છે કે હવે શ્રી પ્રભુની દેશના પ્રગટ થવાની છે; જે જાણીને ભાગ્યવાન જીવો પોતાની રોજિંદી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ પ્રભુની ઉત્તમ દેશનાનો સુંદર લાભ લઈ શકે છે. દેવો દ્વારા થતી આ ક્રિયા પ્રભુના પ્રતિહાર્ય “દેવદુંદુભિ” તરીકે ઓળખાય છે (૨). શ્રી પ્રભુના દેશનાના પ્રકાશન કાળ પહેલાં બે ઘડીએ કેટલાક દેવો પ્રભુને બિરાજવાના સ્થળે, અહોભાવપૂર્વક વ્યાસપીઠની રચના કરવામાં ગૂંથાઈ જાય છે. પ્રભુ ક્યા સ્થળે દેશના પ્રકાશવાના છે તેની જાણકારી માટે દેવો એક ખૂબ ઊંચા વૃક્ષની રચના કરે છે. તે વૃક્ષ અશોકવૃક્ષ તરીકે ઓળખાય છે. આ વૃક્ષનો પ્રભાવ એવો હોય છે કે તેનાં દર્શન થતાં જ જીવનાં મનમાં રહેલાં ખેદ, ગ્લાનિ કે શોક લુપ્ત થઈ જાય છે અને તેના સ્થાને સાત્ત્વિક આનંદ આવી બેસે છે. તેવી શાંત સાત્ત્વિક ચિત્ત સ્થિતિમાં સાંભળેલો બોધ વિશેષ પરિણમે છે તે સહુના અનુભવની વાત છે. પ્રભુના અત્યુત્તમ બોધનો વિશેષતાએ લાભ સહુ જગતજીવોને મળે એવા શુભ હેતુથી લોકોનાં ખેદ, ગ્લાનિ કે શોકને દૂર કરવા માટે દેવો આ રીતે નિમિત્તરૂપ અને સહાયરૂપ થાય છે; બીજી બાજુ એ જ કાર્યથી દેવોનો પ્રભુ પ્રતિનો પ્રેમભર્યો અહોભાવ પ્રગટ થાય છે. આમ આ શોકને દૂર કરી કલ્યાણનાં નિમિત્તરૂપ થનાર અશોકવૃક્ષ એક વિશિષ્ટ પ્રતિહાર્ય છે (૩). અશોકવૃક્ષની શોભામાં અભિવૃદ્ધિ કરનાર અને પ્રભુના મહાભ્યને બિરદાવનાર સિંહાસનની રચના વૈમાનિક દેવો જ કરે છે. વિવિધ પ્રકારનાં રત્નોથી જડાયેલ એક ભવ્ય સિંહાસનની રચના ઊંચા વ્યાસપીઠ પર, અને અશોક વૃક્ષની નીચે એ જ દેવો કરે છે. દેશના આપતી વખતે
૧૭૨