________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
કર્મો ઘટતાં જાય તેમ તેમ આત્માની શીતળતા વધતી જાય છે, અને એ શીતળતાથી શેષ કર્મો નાશ પામતાં જાય છે. આ આશ્ચર્યકારક બીના છે.
અજ્ઞાન અવસ્થામાં જીવનો દેહાધ્યાસ ખૂબ બળવાન હોય છે. તે જીવના પ્રત્યેક પ્રદેશો તેના દેહના સ્થળ પુદ્ગલ પરમાણુ સાથે સ્વપણાના સંબંધથી ગાઢપણે જોડાયેલા હોય છે. અને આત્મપ્રદેશ તથા દેહનાં પરમાણુ વચ્ચે એવી એકતા બંધાયેલી હોય છે કે તે સિવાયની અવસ્થા હોઈ શકે એવો લક્ષ જીવને પ્રત્યક્ષ કે પરોક્ષપણે પણ આવી શકતો નથી. આમાં આઠ રુચક પ્રદેશ અપવાદરૂપ છે. તે પ્રદેશો સિદ્ધપ્રભુ સમાન શુદ્ધ હોવાથી તેનું અનુસંધાન કોઈ પણ પુદ્ગલ પરમાણુ સાથે સંભવતું નથી. તે ઉપરાંત જીવે નિશ્ચયથી વ્યવહાર સમકિત મેળવ્યા પછી જે આઠ કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ કરી હોય છે, તે પ્રદેશો પણ પુદ્ગલ પરમાણુ સાથેના એકતાભાવથી અલગ રહે છે. કેવળીગમ્ય પ્રદેશ એટલે કેવળીપ્રભુ જેવા શુદ્ધ પ્રદેશો જેમાં માત્ર શુભ અઘાતી કર્મો જ હોય છે, એક પણ ઘાતી કર્મ કે અશુભ અઘાતી કર્મનું પરમાણુ તેના પર ચીટકી શકતું નથી. આમ અસંખ્યમાંથી માત્ર સોળ જ પ્રદેશો પુગલ સાથેના સનાતન ઐક્યભાવથી છૂટા રહી શકે છે. બાકીના સર્વ પ્રદેશો દેહના ધૂળ અને સૂક્ષ્મ પરમાણુ સાથે અવિનાભાવી એકતા અનુભવતા હોય તેવા જણાય છે. આ રીતે જીવનાં અસંખ્ય પ્રદેશમાંથી માત્ર સોળ પ્રદેશો જ વીર્યવાન બની તેને મુક્તિના માર્ગમાં દોરી જવાનો પ્રયત્ન કરતા હોય છે.
આઠ રુચક પ્રદેશ અને આઠ કેવળીગમ્ય પ્રદેશોમાં જીવનું વીર્ય ફેલાયેલું હોય છે, જીવ તે પ્રગટેલા વીર્યનો સદુપયોગ કરી, શ્રી પ્રભુનાં અને ગુરુના સાથથી તથા નિમિત્તથી અન્ય પ્રદેશોનું સ્થળ પુદ્ગલ પરમાણુઓ સાથેનું એક્ત તોડવાનો પ્રયત્ન કરતો રહે છે. સનિમિત્તના સાથથી જ્યારે તે શુભ નિમિત્તમાં રહે છે ત્યારે અન્ય કેટલાક પ્રદેશોનું પુદ્ગલ સાથેનું એકપણું અમુક માત્રામાં ઘટાડી નાખે છે, અમુક અંશે તોડી પણ નાખે છે. પરંતુ પાછો નિમિત્તને વશ થઈ વિભાવમાં જઈ અશુભ સંસર્ગોને ફળવાન થવા દે છે, ત્યારે તે પ્રગતિથી પાછો ફરી ત્યાગેલા પુદ્ગલ સાથેના એકત્વને ફરીથી દૃઢ કરે છે. આ રીતે ફરીથી બંધાયેલું એકત્વ મૂળ કરતાં ઓછું ઘટ્ટ હોય છે,
૩પ૯