________________
કેવળી પ્રભુનો સાથ
ગુણસ્થાન ચડતો જાય છે તેમ તેમ તેની મૂળભૂત શીતળતા પ્રગટ થતી જાય છે. એટલે ઉપરનાં ગુણસ્થાને ચડતા આત્મામાં સહજતાએ શીતળતાનો ફેલાવો થતો રહે છે આ પ્રકારે શીતળ થયેલા આત્મા માટે, સત્તાગત અનંતાનુબંધી અને મિથ્યાત્વનો નાશ કરવા માટે જોઇતી ઉગ્ર ઉષ્ણતા પ્રગટાવવી કઠણ કઠણ થતી જાય છે. તે કારણે છઠ્ઠી કે સાતમા ગુણસ્થાને પહોંચેલા શીતળ થયેલા જીવ કરતાં ચોથા ગુણસ્થાનવર્તી જીવ માટે ક્ષાયિક સમકિત લેવું વધારે સરળ તથા સુલભ રહે છે. આથી ઇચ્છનીય તો એ છે કે જીવની શીતળતા બળવાન થયા પહેલાં જ, ચોથા જ ગુણસ્થાને ઉગ્રતા કેળવી ક્ષાયિક સમકિત મેળવી લેવું. ચોથા કરતાં પાંચમે, તેના કરતાં છકે તેના કરતાં સાતમે ગુણસ્થાને શીતળતાનો પ્રવાહ જીવને ઉત્તરોત્તર વધતા પ્રમાણમાં અનુભવવામાં આવે છે, તેથી જેટલી શીતળતા વધારે તેટલી ઉષ્ણતા પ્રગટાવવી કઠણ, એ સમજાય તેવું છે. અને એથી ઉત્તરોત્તર ઊંચા ગુણસ્થાને ક્ષાયિક પ્રગટાવવું દુર્લભ થતું જાય છે. વળી, શ્રેણિમાં તો જીવ આ શીતળતામાં એવો તરબોળ થયો હોય છે કે ઉષ્ણ ઉગ્રતા કેળવી ક્ષાયિક સમકિત લેવું અસંભવિત બની જાય છે. આમ વિચારતાં ચોથા ગુણસ્થાને જ્યારે શીતળતાનો ફેલાવો બહુ હોતો નથી ત્યારે ક્ષાયિક સમક્તિનો પુરુષાર્થ કરી, તેને પ્રગટાવવું એ શ્રેય તેમજ પ્રેય થાય છે. આ પરથી કર્મની બીજી લાક્ષણિકતાનો આપણને લક્ષ થાય છે.
જે કર્મો આત્માને સંસારની આસક્તિમાં બળવાનપણે ખેંચી રાખનાર છે તેને ખેરવવા માટે ઉગ્ર ઉષ્ણ પુરુષાર્થની જરૂર પડે છે. અર્થાત્ જે કર્મો પહેલાં કાઢવા જરૂરી છે તે કર્મોનો ક્ષય માટે ઉગ્ર પુરુષાર્થ જરૂરી થાય છે, અને જે કર્મો પછીથી કાઢતા જવાના છે તે કર્મો કાઢવા માટે આત્માની શીતળતા વધારે અસરકારક થાય છે. છઠ્ઠા ગુણસ્થાને પહોંચ્યા પછીના સર્વ કર્મો માટે આત્માની સહજ શીતળતા ઉપકારી છે. અને તે પહેલાનાં કર્મો માટે ઉષ્ણ ઉગતા અસરકારક થાય છે. સાતમા ગુણસ્થાનથી આત્મા પ્રત્યેક કર્મો પોતાની શીતળતાથી બાળે છે. અને ક્ષપક શ્રેણિમાં તો માત્ર આત્માની અદ્ભુત ઠંડકથી જ બધાં ઘાતી કર્મો ક્ષય થતાં જાય છે. જેમ જેમ ઘાતી
૩૫૮