________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
તે જીવને જ્યારે જ્યારે આવી ઇચ્છિત સ્થિરતા આવે છે ત્યારે ત્યારે તેનાં ઘાતી કર્મોની નિર્જરા વધી જાય છે. પરિણામે એ ઘાતકર્મોનો સત્તાગત સંચય નાનો અને નાનો થતો જાય છે. આમ થવાથી તે જીવની આત્મશુદ્ધિમાં વધારો થતો જાય છે, જેનાં ફળરૂપે તેણે સેવેલા શ્રી ગુરુ તથા શ્રી પ્રભુ પ્રત્યેના પ્રેમભાવ, શ્રદ્ધાભાવ તથા અર્પણભાવમાં નોંધનીય પ્રમાણમાં વધારો થતો જાય છે. આ અનુભવના આધારથી તે જીવ પોતાના આત્મવિકાસમાં વિઘ્નરૂપ થાય તેવી પ્રવૃત્તિનો તથા ભાવનો ત્યાગ કરતાં શીખે છે.
શ્રી પ્રભુ તથા શ્રી ગુરુના માર્ગદર્શનથી આ રીતે વર્તતાં વર્તતાં તે જીવ પોતાનાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયોને ક્ષીણ કરતો જાય છે, અર્થાત્ તે કર્મોની સત્તાગત સ્થિતિ નાની અને નાની થતી જાય છે. અને તેમાંથી એક વખત શ્રી ગુરુની સહાયથી ખૂબ ઉગ્ર પુરુષાર્થ કરી, સંસારી ભાવોને અમુક કલાકો સુધી સાવ દેશવટો આપી, આત્માની લગનીમાં એકરૂપ થઈ તે જીવ ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રણે પ્રકૃતિનો પૂર્ણ ક્ષય કરવામાં સફળ થાય છે. આ સાતે પ્રકૃતિનો પૂર્ણ ક્ષય થતાં તે ક્ષાયિક સમકિતી થાય છે. જેનું ફળ નિશ્ચયે ત્રણ ભવમાં મુક્તિ કહયું છે.
ક્ષયોપશમ સમકિત મેળવવા માટે ચારે ગતિના સંજ્ઞીપંચેન્દ્રિય જીવો અધિકારી છે. પણ ક્ષાયિક સમકિત મેળવવા માટે માત્ર કર્મભૂમિના સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યો જ અધિકારી છે. મિથ્યાત્વનો પૂર્ણ ક્ષય કરવા માટે જીવને ઘણો ઉઝ પુરુષાર્થ કરવો પડે છે, અને સાથે સાથે તેને ઉત્તમ અધિકારી ગુરુના સાથની પણ એટલી જ જરૂરત રહે છે, જે સુમેળ કર્મભૂમિના સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્ય સિવાય અન્ય કોઈને પણ મળી શકતો નથી. કર્મભૂમિના જે મનુષ્યને ક્ષયોપશમ સમકિત મેળવ્યા પછી ઉત્તમ અધિકારી ગુરુનો સાથ અને માર્ગદર્શન મળે છે તે મનુષ્ય વિશેષ સરળતાથી અનંતાનુબંધી કષાયની ચોકડી અને મિથ્યાત્વનો ક્ષય કરવા માટેનો ઉગ્ર પુરુષાર્થ પ્રગટાવી શકે છે. આ કર્મોનો ક્ષય કરવા માટે આત્મામાં બળવાન અને તીવ્ર છતાં ઉષ્ણ ઉગતાની જરૂર પડે છે. પણ આત્મા જેમ જેમ વિકાસ કરી
૩૫૭