________________
પ્રાર્થના
સફળપણું અનુભવવા મળતું નથી. એવા સંજોગોમાં જીવ વિવિધ પ્રકારના વિકલ્પમાં સપડાઈ જાય છે. ‘પ્રાર્થના હજુ સુધી ફળી નહિ, હવે ક્યારે ફળશે?’ ‘આ પ્રાર્થના સફળ થશે કે નહિ?’ વગેરે. આ જાતના આર્તધ્યાનાત્મક વિચારમાં જવું યોગ્ય નથી, કારણ કે આ વિચારોથી નવી અંતરાયો બંધાઈ જાય છે. આ પ્રકારના વિચારોમાં પ્રભુ પ્રતિની અશ્રદ્ધા પ્રગટ થાય છે. ‘પ્રભુએ હજુ પ્રાર્થનાનું ફળ આપ્યું નહિ' એવા ભાવ જાગે ત્યારે પોતાનો પુરુષાર્થ ફળ પ્રાપ્તિ માટે પૂરતો છે એવી અપ્રગટ સમજણ જીવમાં હોય છે, વળી પ્રભુનું ન્યાયતંત્ર ખામીવાળું છે જેથી ફળ મળ્યું નથી એવો ધ્વનિ આવા ભાવમાં સાંભળી શકાય છે. અને એ દ્વારા શ્રી સર્વજ્ઞપ્રભુનો દોષ જીવ આડકતરી રીતે જુએ છે તે પ્રભુની અશાતના કરવા બરોબર હોવાથી નવા કર્મબંધમાં તે જીવ ફસાઈ જાય છે. આવો દોષ પ્રાર્થના કરવા જતાં પોતામાં આવી ન જાય તેની સાવચેતી રાખવા યોગ્ય છે. જીવે તો જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પ્રાર્થનાની એકાગ્રતા અને શ્રદ્ધાનું ઊંડાણ વધારતાં જવાનાં છે. કર્મનું જેટલું બળવાનપણું હોય તેનાથી વિશેષ પ્રાર્થનાનું બળવાનપણું કરવામાં આવે ત્યારે જ તે કર્મ પરાભવ પામે છે. તેથી જો સફળતા જોઈતી હોય તો કર્મનું સ્વરૂપ સમજી તેના માપે પોતાની પ્રાર્થનામાં ભાવનું ઊંડાણ અને સમયમર્યાદા વધારવાથી લાભ થાય છે. શ્રી પ્રભુનો સાથ હોવાથી ગમે તેવાં બળવાન કર્મને પણ પરાસ્ત કરી શકાય છે એ શ્રદ્ધાન ક્યારેય છોડવા યોગ્ય નથી. વળી, જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પ્રભુદત્ત ધીરજગુણ વધારતા રહી આત્માને બળવાન કરતા જવાનો છે. આ રીતિ અપનાવવાથી કાં ઇચ્છિતની પ્રાપ્તિ થાય છે અને કાં પ્રભુમાં રહેલા અપાર ધીરજગુણની પ્રાપ્તિ પ્રાર્થુકને થતી જાય છે. આમ કોઈ પણ સ્થિતિમાં પ્રાર્થુકને લાભ જ છે.
પ્રાર્થનાને લગતા વિવિધ અંગોની જુદી જુદી અપેક્ષાએ વિચારણા કર્યા પછી આત્માર્થે ક્રમથી આગળ વધતા જીવો કેવા કેવા ભાવ તથા કેવી કેવી પ્રાર્થના વિવધતાએ કરી શકે છે તેની વિચારણા આનંદદાયક તથા ઉપયોગી થશે.
જીવને સંસારમાં અનુભવવા પડતા અનિત્યતા અને ક્ષણિકતાના પ્રસંગોમાંથી સતત પસાર થતા રહેવું પડે છે. તેમાંથી કોઇક વિરલા જીવને આ ક્ષણભંગુર સંસા૨થી
૧૯