________________
કેવળી પ્રભુનો સાથ
પ્રવૃત્ત થાય ત્યારે પોતાના પૂર્વના દોષને કારણે વર્તમાનમાં તેનાથી વંચિત રહ્યો છે તે સમજી પૂર્વના પાપદોષથી નિવૃત્ત થવા પશ્ચાત્તાપ પૂર્વક શ્રી પ્રભુની સાક્ષીએ ક્ષમા માગે છે. આ પશ્ચાત્તાપમાં પૂર્વનાં પાપો અમુક અંશે ધોવાઈ જાય છે, આત્મા એટલા પ્રમાણમાં હળવાશ અનુભવે છે. હળવાશવાળી આ પળોમાં જે ભાવ ક૨વામાં આવે છે તે સહેલાઇથી ફળવાન થાય છે. આ પળોમાં પૂર્વકૃત દોષોનું પુનરાવર્તન પોતાનો આત્મા કરે નહિ તેવી ભાવના પણ ભાવવી ઘટે છે, કારણ કે દોષના પુનરાવર્તનના કારણે પ્રાપ્તિ દૂર ઠેલાઈ જાય છે. વિવેકપૂર્વક આ કાર્ય કર્યા પછી પોતાની માગણીઓનું અનુસંધાન કરવાથી પ્રાર્થનાની સફ્ળતા સુલભ બને છે.
આટલી પૂર્વભૂમિકા તૈયાર કર્યા પછી ઈષ્ટદેવ સમક્ષ પોતાનું અંતિમ ધ્યેય પ્રગટ કરવું જોઈએ, અને તેની સફળતાના પ્રથમ સોપાન તરીકે પોતાની વર્તમાન અવસ્થામાં વિકાસક્રમનું એક ડગ આગળ વધારવા વિનંતિ કરવી ઘટે છે. પછીથી જેમ જેમ સફળતા મળતી જાય તેમ તેમ સફળતા આપવા માટે ઈષ્ટદેવનો યોગ્ય શબ્દો અને ભાવથી ઉપકાર માની, તે પછીનો વિકાસ કરાવવા માટે વિનંતિ કરતા જવી જોઈએ. મળેલી સિદ્ધિ બદલ જો ઉપકાર માનવામાં આવે નહિ તો પ્રાર્થક નગુણો ગણાય. ઉપકારીનો ઉપકાર તેના મનમાં વસતો નથી એવો આભાસ થાય. વળી, ઉપકાર માનતા રહેવાથી જીવની કૃતજ્ઞતા પ્રગટ થાય છે અને શાતાનું દાન કરનારને વિશેષ સહાયરૂપ થવા નિમિત્ત મળે છે. અમુક અંશે પ્રાપ્તિ થવા છતાં ઉપકાર માન્યા વિના તે પછીના વિકાસની માગણી કરવાથી ઉપકારીનો ઉપકાર ઓળવવા જેવું થાય છે, વિનય ચૂકાઈ જાય છે. જો આવું અયોગ્ય વર્તન હોય તો દાતાએ અપાત્રે દાન કર્યું છે તેવું ચિત્ર ઉપસી આવે છે. આ અપાત્રદાનના પ્રસંગથી બચવા, પ્રાર્થુકે ભાવપૂર્વક ઉપકાર માનવો હિતાવહ છે. આમ ઉપકાર માની ઋણ સ્વીકારવાથી જીવને ગુણવૃદ્ધિ કરવાનો અવકાશ ઘણો વધી જાય છે. જીવને કષાયો – માન, માયા, લોભ આદિ તોડવા નિમિત્ત મળે છે.
અહીં જણાવેલી રીત પ્રમાણે નિયમિતપણે પ્રાર્થના કરવાનું ચાલુ કર્યા પછી પણ કેટલીકવાર પૂર્વકર્મના પ્રાબલ્યને કારણે એવું બને છે કે થોડા કાળમાં પ્રાર્થનાનું
૧૮