________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
પીડા અલ્પ અનુભવાય છે. આથી તો કહેવાય છે કે શ્રી જ્ઞાનીપ્રભુનો આત્મા નાળિયેરના કોચલામાં નાળિયેરનો ગોળો જેમ છૂટો રહે છે તેમ દેહથી અખંડપણે ભિન્ન રહે છે.
જે જીવના સર્વ આત્મપ્રદેશો દેહનાં સ્થળ પરમાણુઓ સાથે સંકળાયેલા અને જકડાયેલા હોય છે તેને દેહ ત્યાગતી વખતે સમાધિ રહેવી અત્યંત મુશ્કેલ હોય છે; અર્થાત્ તેનું સમાધિમરણ થવું ઘણું કઠિન થઈ જાય છે; કારણ કે તેને સ્થૂળ પરમાણુઓમાં તીવ્રપણે મારાપણું વેદાતું હોય છે. ક્ષયોપશમ સમકિતીને અડધાથી વધારે ભાગના આત્મપ્રદેશો દેહનાં ધૂળ પરમાણુથી અલગ થઈ ગયા હોય છે તેથી એ દેહ ત્યાગતી વખતે જીવને સહજપણે અમૂક પ્રમાણમાં સમાધિ આવી જાય છે. ક્ષાયિક સમકિતીને સર્વ આત્મપ્રદેશો દેહના સ્થૂળ સંપર્કથી અલિપ્ત થયા હોવાથી દેહ ત્યાગતી વખતે સહજ સમાધિ રહે છે, વળી ક્ષાયિક સમકિત લીધાં પછી જીવ જેમ જેમ ઊંચા ગુણસ્થાને ચડતો જાય છે તેમ તેમ પુદ્ગલ પરમાણુ અને આત્મપ્રદેશોનું અંતર વધતું જાય છે તેથી તે જીવનું સમાધિનું ઊંડાણ પણ વધતું જાય છે; સાથે સાથે તેની કર્મ નિર્જરાનું પ્રમાણ પણ ઘણું વધતું જાય છે. કર્મનિર્જરા વધવાથી અને આશ્રવ તૂટવાથી જીવની આત્મશુદ્ધિ વધે છે, આત્મશુદ્ધિ વધતાં પુદ્ગલ તથા આત્મપ્રદેશ વચ્ચેનું અંતર વધે છે, અને જીવ ઊંચા ગુણસ્થાને ચડે છે; પરિણામે સમાધિ ઘેરી તથા ઊંડી થતી જાય છે. આમ અરસપરસ ઉત્તમ વિકાસ ચક્ર ચાલતું રહે છે. કર્મનિર્જરાથી આત્મપ્રદેશ વધુ છૂટા પડે છે, વધેલા અંતરથી કર્મનિર્જરા વધે છે ... આમ ક્રમ ચાલ્યા કરે છે.
ક્ષયોપશમ સમકિત લીધા પછી, ક્ષાયિક સમકિત લીધા વગર જીવ જો ગુણસ્થાનમાં આગળ વધે છે તો તેના આત્મપ્રદેશની પ્રક્રિયા થોડી જુદી થાય છે. જીવના જે આત્મપ્રદેશો દેહનાં સ્થૂળ પુદ્ગલ પરમાણુઓ સાથે જોડાયેલા હોય છે તેનું જોડાણ ગુણસ્થાન ચડતાં તૂટતું નથી, એમનું એમ જ રહે છે; પરંતુ જે પ્રદેશો દેહના પુદ્ગલથી છૂટા થઈ ગયા છે તેનું આત્મપ્રદેશો સાથેનું અંતર ગુણસ્થાનના ચડાણ સાથે વધતું જાય છે. એટલે કે તે જીવના અમુક પ્રદેશો દેહનાં પરમાણુ સાથે
૩૬૧