________________
કેવળી પ્રભુનો સાથ
લખાણ કરવા જેમ જેમ વિચારતી ગઈ તેમ તેમ તેની ગંભીરતા, તેની ગહનતા અને કઠિનાઈ મને સમજાતાં ગયાં. આથી આનો ઉકેલ મેળવવા એ સમયના ઘણા વિદ્વાનોને મળી ચર્ચા કરી જોઈ, પણ મને એમના આત્મવિકાસની જાણકારી બાબત સંતોષ થતો નહોતો. પરિણામે પ્રાર્થના અને ક્ષમાપના પ્રભુ સમક્ષ થવાં લાગ્યાં, અને એવી સ્થિતિમાં દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા, પણ આ પ્રકરણ બાબત મારી કોઈ પ્રગતિ થતી મને અનુભવાતી ન હતી. અન્ય લખાણ થયા કરતું હતું, પણ મૂળ મુંઝવણનો કોઈ ઉકેલ મળતો ન હતો. આથી એક બાજુથી ચિંતા વધતી જતી હતી કે આ પ્રકરણ લખતાં નહિ આવડે તો શું થશે? એના વિના તો થીસીસ અધૂરી રહી જશે, તેને કેવી રીતે હું યુનિવરસીટીમાં સોંપી શકીશ? અને બીજી બાજુ પૂર્વકાળના અનુભવથી પ્રભુ જ સંભાળી લેશે એ શ્રદ્ધાનનું જોર વધતું જતું હોવાથી પ્રાર્થના અને ક્ષમાપના કરવાની માત્રા પણ વધતી જતી હતી. તેમ છતાં કોઈ ઉકેલ હાથવેંતમાં જણાતો ન હતો. આમ કરતાં કરતાં થીસીસ સોંપવા માટે એક મહિનો અને વીસેક દિવસ બાકી રહ્યા હતા. તેમાંથી મારે એક મહિનો થીસીસ ટાઈપ કરવા માટે અને પંદર દિવસ બાઈન્ડીંગ તથા ગોલ્ડ એમ્બોસીંગ કરવા માટે ફાળવવાના હતા. એટલે કે આ પ્રકરણ લખવા માટે મારી પાસે માત્ર ચાર પાંચ દિવસ જ બચ્યા હતા, જેમાં સમજણને નામે તો મોટું મીંડુ જ અનુભવાતું હતું. આ પરથી મારી માનસિક દુ:ખદ સ્થિતિનો ખ્યાલ વાચકને આવ્યો હશે.
આવા સંજોગોમાં પ્રભુ પ્રતિની મારી પ્રાર્થના અને એકાગ્રતા વધી ગયાં. તેના લીધે મારા દિલમાંથી શ્રી રાજપ્રભુને વારંવાર લગભગ સતત પ્રાર્થના થવા લાગી કે, હે પ્રભુ! મારા માટે આત્મવિકાસનું પ્રકરણ લખવું અત્યંત જરૂરી છે, તે વિના આ મહાનિબંધ અપૂર્ણ જણાશે અને ગણાશે, એટલું જ નહિ પણ તમારો આત્મવિકાસ જાણી મારી સુધરવાની તમન્ના પણ એમની એમ મુરઝાઈ જશે. માટે તમારે શરણે આવેલી દીકરીને કૃપા કરી સહાય કરો. અહીં તો મને કોઈ યથાર્થ સહાય કરી શકતું નથી. હું મારી બધી ભૂલોની ક્ષમા માગું છું. અને આ પ્રકરણ લખાવવા આપને હૃદયપૂર્વક વિનંતિ કરું છું. કૃપા કરી મારાં સર્વ વિઘ્નો દૂર કરો” ઇત્યાદિ. આ અને આવા શબ્દો દ્વારા મારાં મનમાં સતત પ્રાર્થના ચાલતી રહી, ક્યાંય જીવ લાગતો ન હતો, ખાવાપીવાનો પણ રસ
xiv