________________
કેવળી પ્રભુનો સાથ
સદ્ગુરુના યોગમાં મને લઈ જાઓ. શ્રી ગુરુરાજની સહાયથી મારા દોષોથી મુક્ત થવાનો બળવાન પુરુષાર્થ મારે જગાડવો છે, જેથી આપની અને ગુરુદેવની કૃપા માણવાનો હું અધિકારી બની શકું. પ્રભુ! મારા આ અંતરંગ અભિલાષને લક્ષમાં લઈ, સગુરુપ્રાપ્તિનો યોગ મને ત્વરાથી આપો. જે કાળ એ પ્રાપ્તિ પહેલાં મારે વીતાવવાનો હોય તે કાળ આપના પ્રણીતેલા ઉત્તમ વચનોના આરાધનમાં વ્યતીત કરું એવી સદ્ગદ્ધિ મને આપશો. આપની કૃપાથી સંસારથી મુક્ત થવાની જે ઉત્તમ અભિલાષા મારામાં જાગૃત થઈ છે તે માટે આપનો ખૂબ ખૂબ ઉપકાર માની આપના નિષ્પાપી ચરણારવિંદમાં સવિનય વંદન કરું છું”. ૐ શાંતિ.
આ પ્રકારની ભાવવાહી પ્રાર્થના નિયમિતપણે ધીરજથી કરવાથી સદ્ગુરુ પ્રાપ્તિનો યોગ સુલભ થાય છે. શ્રી સર્વજ્ઞ ભગવાન “સર્વ જીવનું કલ્યાણ થાઓ' એવા ભાવ બળવાનપણે કર્યા પછી જ સર્વશપણું પામ્યા હતા. તેથી સર્વ જીવો જ્યાં સુધી સન્માર્ગે ન વળે ત્યાં સુધી આ ભાવ અધૂરા રહ્યા ગણાય. તેથી સર્વ જીવની કલ્યાણવાંછતી શુભ ભાવનાના પરમાણુઓ આ જગતમાં ફરતા રહે છે. જ્યારે ભક્તજન પ્રાર્થના કરે છે ત્યારે તે કલ્યાણભાવના પરમાણુઓ આ પ્રાર્થનામાં ભળી જાય છે, અને તેથી જીવની અંતરાયો તૂટે છે. અંતરાય તૂટવાથી તથા શુભબંધ દ્વારા જીવની પાત્રતા તૈયાર થવાથી તે જીવને શ્રી સગુનો યોગ થાય છે. અને અતિ કઠિન જણાતું સદ્ગુરુ-પ્રાપ્તિનું કાર્ય સાવ સુલભતાએ પાર પડે છે. કદાચિત્ બળવાન કર્મોદયના કારણે પ્રાપ્તિમાં વિલંબ થાય તો ધીરજ, વિવેક, સમતા આદિ ગુણો વધારતા રહી પ્રાર્થના ચાલુ રાખવાથી કેવું સુંદર ફળ મળે છે તે ઉદાહરણ સાથે સમજીએ.
એક બાળક પોતાની માતા પાસે સવિનય માગણી કોઈ વસ્તુ માટે કરે છે. માતા તે બાબત પર ધ્યાન આપ્યા વિના પોતાનાં કાર્યમાં રત રહે છે. થોડા સમય પછી બાળક એ જ શ્રદ્ધા તથા શાંતિ અને ધીરજથી પોતાની માગણી ફરીથી કરે છે. માતા દાદ આપતી નથી, છતાં બાળક ધીરજ ગુમાવ્યા વિના શાંતિ અને શ્રદ્ધાપૂર્વક વારંવાર વિનંતિ કરતું રહે છે. પરિણામે માતા બાળકના ગુણોથી પ્રભાવિત થઈને
૨૨