________________
પ્રાર્થના
શાશ્વત સુખ ઉપાર્જન કરવાનું છે, તે મહાન કાર્યની સફળતા માટે યોગ્ય માર્ગદર્શક મેળવવા માટે વિશિષ્ટ તકેદારી રાખવી જોઈએ એ સહજ છે. ટૂંકી જિંદગી, લાંબી જંજાળ, વિપરીત સંજોગો, કર્મોદયની વિચિત્ર વણઝાર, ઉત્તમ માર્ગદર્શકોનું અત્યંત અલ્પપણું વગેરે પરિસ્થિતિમાં સહજતાએ કેવી રીતે માર્ગદર્શક મેળવવા તે વિશે સર્વ જિજ્ઞાસુઓ અત્યંત મુંઝવણ વેદે છે. એ દશામાં પુરોગામી સપુરુષોએ પ્રકાશેલો બોધ જિજ્ઞાસુની મદદે આવે છે. તેમના જણાવ્યા પ્રમાણે જે આત્માએ વિશુદ્ધપણું પ્રગટાવ્યું છે, જેમનું વીતરાગપણું નિર્વિવાદપણે પ્રસિદ્ધ છે એવા શુદ્ધાત્મામાં શ્રદ્ધા રાખી, તેમને વિનમ્રતાથી નિયમિતપણે પ્રાર્થના કરવાથી યોગ્ય માર્ગદર્શક આત્મશુદ્ધિ અર્થે મેળવવામાં સફળતા પ્રાપ્ત થાય છે. તેવો જિજ્ઞાસુ જીવ શ્રી વીતરાગ પ્રભુને આ પ્રમાણે પ્રાથ શકે –
“શ્રી સર્વજ્ઞ વીતરાગ ભગવંત! આપ સંસારના સર્વ પ્રકારનાં દુઃખથી મુક્ત બની, અનંત સુખસ્વરૂપ એવા મોક્ષમાં બિરાજમાન છો. આપ આત્માના અનંત ગુણોનું સમીપપણું અને સુખ માણી રહ્યા છો, અને એ દ્વારા પ્રગટ થતી અપાર શાંતિને ચોમેર ફેલાવી રહ્યા છો. આ શાંતિ, આ સહજાનંદ, આ શાશ્વત સુખ જાણવાના અને માણવાના મને ખૂબ જ અભિલાષ છે. વળી, આપે પ્રકાશિત કરેલા માર્ગદર્શનથી મને સમજાયું છે કે સત્પરુષ - સદ્ગુરુરૂપી પ્રત્યક્ષ ભોમિયા વિના આ ધ્યેય સિદ્ધ કરી શકાતું નથી. તો મારા પર બળવાન કૃપા કરી, આ સંસારસમુદ્રને તરી પાર કરવામાં ઉપકારક થાય તેવા પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ મને ત્વરાથી આપો. પ્રભુ! મને અનુભવમાં આવે છે કે અહીં વસતા અનેક મનુષ્યોમાં સ્વજાતે સદ્ગુરુની શોધ કરવામાં સફળ થવું તે અશક્ય નહિ તો પણ અત્યંત કઠણ તો છે જ. મારામાં ગુણો અલ્પ છે, તેથી બાકીના અનંત દોષો સદ્ગુરુપ્રાપ્તિનું સુખ મેળવવામાં અંતરાયરૂપ નીવડે છે. હું આ બધા દોષોની તથા બાંધેલી અંતરાયોની આપની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માંગું છું. મારા પર અત્યંત કૃપા કરી, ઉદિત અંતરાયોથી મને છોડાવી, મારા ઉપકારક પ્રત્યક્ષ
૨૧