________________
પ્રકરણ ૯ આત્માનો અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવામાં
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય રહેલાં છે. તે સાથે બીજા અનંત ગુણો પણ તેનામાં રહેલાં છે. આમ છતાં તેનો સાચો લક્ષ જીવોમાં આવ્યો ન હોવાને કારણે મોહથી અંધ બની અનંતાનંત જીવો અનાદિકાળથી તેના ગુલામ થઈ વર્તી રહ્યા છે, અને પોતાના અગણિત ગુણોથી વંચિત થઈ સંસારમાં પરિભ્રમણ કરતા રહ્યા છે. આ રીતે મોહમાં અટવાયેલા અને પરિભ્રમણમાં ડૂબેલા જીવોને જ્યારે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની કલ્યાણભાવનાનો મેળાપ થાય છે, ત્યારે તેના પ્રભાવથી તે જીવોને સંસારનાં સતત ચાલતા ચક્રમાંથી બહાર નીકળવાના ભાવ થાય છે. આવા પરિભ્રમણથી છૂટવા મથતા જીવોને શ્રી પ્રભુ યોગ્ય બોધ તથા ઉપદેશ આપી, વૈરાગ્યમાં તરબોળ કરી, માર્ગ પમાડી, મોક્ષમાર્ગમાં સતત આગળ વધવાનું વીર્ય જગાવવામાં સહાય કરે છે. જાગૃત થયેલા વીર્યની સહાયથી અલ્પકાળમાં અનાદિકાળની લીલાને સંકેલી લઈ, જીવો પૂર્ણતાએ પહોંચી શકે તેવો પ્રબળ અને આશ્ચર્યકારક પુરુષાર્થ કરવામાં સફળ થાય છે. શ્રી પ્રભુના આશ્રયે તથા આજ્ઞાએ ચાલી જે જીવ મળેલા વીર્યનો સદુપયોગ કરે છે, તે જીવ આ વીર્યને માણે છે, તેમાં મહાલે છે અને પૂર્ણતા પામે છે. આવી ત્વરાથી આગળ વધતા જીવોને સન્દુરુષ તરીકેનું કર્તવ્ય સમજાવતાં શ્રી પ્રભુ બોધે છે કે,
“હે આત્મા! તું તારું હવેનું જીવન એવી રીતે પસાર કર કે તારાથી કલ્યાણમૂર્તિ થઈ શકાય. આ કાળના જીવો કઠોર, કાચા ગીસોડા
૩૦૧