________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
રહેવાનું સૌભાગ્ય પામી શકે છે. આટલી આત્માની સ્વતંત્રતા કર્મભૂમિના મનુષ્યોને મળેલી છે.
કર્મભૂમિનાં સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યપણામાં જીવ જો સ્વછંદે ચાલે, પોતાની દુવૃત્તિઓને ઉત્કૃષ્ટતાએ લઈ જાય તો તેની સ્વતંત્રતા બહુલતાએ છીનવાઈ જાય અને એકેંદ્રિયપણા સુધી નીચે આવી જાય એવા કુકર્મ પણ કરી નાખે છે. આવું ભારે કર્મ તે જીવ મનુષ્યગતિમાં બાંધી, એક પછી એક અશુભ નિમિત્તોમાં સરતા સરતા ઠેઠ નીચે આવી જાય છે. અને બીજી બાજુ સ્વતંત્રતાના સદુપયોગના યોગે પૂર્ણ શુધ્ધ પણ થઈ શકે છે. આથી જે જીવને સંજ્ઞીપંચેન્દ્રિયપણું મળ્યા પછી ફરીથી અસંજ્ઞી થવું ન હોય તેણે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની સાચી ઓળખ કરી, તેમના આશ્રયે પ્રબળ પુરુષાર્થ કરી, (સમજણ આવે ત્યારથી) આત્મસાધન કરી લેવું ઘટે. કારણ કે સામાન્યપણે જીવને મળેલા સંજ્ઞીપણાના ૯૦૦ ભવમાંથી અડધાથી વધારેના ભવો માત્ર તિર્યંચગતિમાં જ પસાર થતા હોય છે, કેટલાક ભવો નરક તથા દેવગતિમાં પસાર થતા હોય છે અને માત્ર ગણતરીના જ ભવો કર્મભૂમિના મનુષ્ય રૂપે મળી શકે છે. મનુષ્યભવની દુર્લભતા સદાકાળ માટે શ્રી પ્રભુએ બતાવી છે.
આ ચારે ગતિમાં આત્મકલ્યાણ કરવા માટે લઘુતમ સુવિધા જીવને નરકગતિમાં મળે છે. સાતે નરકમાં જીવને પોતાનાં પૂર્વનાં પાપકર્મો ભોગવવા માટે ઉત્તરોત્તર વિશેષ ભયંકર અશાતાના વેદનમાંથી પસાર થવું પડતું હોય છે. શરીરની કાપાકાપી, અંગના છેદનભેદન, અનેક મહારોગના ઉપદ્રવ, ઉત્કૃષ્ટ ગરમી, ઉત્કૃષ્ટ ઠંડી તથા નરકભૂમિગત અનેક પ્રકારની અસુવિધા તથા અશાંતિ જીવને પરવશપણે ભોગવવાં પડે છે. પહેલી ત્રણ નરકમાં પરમાધામી દેવો પૂર્વનાં વેરને કારણે નારકીઓને ભયંકર દુઃખ પહોંચાડતા હોય છે. તેમને તેમનાં જ શરીરનું લોહી પીવડાવે, તેમનાં જ શરીરનું માંસ કાપી ખવડાવે, માર મારે, લાલ ચોળ થાંબલાઓને આલિંગન કરાવે ઇત્યાદિ દુષ્કત દ્વારા તેમને ત્રાસ પમાડી પોતે આનંદ માને અને રાજી થતા જાય એમ બને છે. પરંતુ ચોથીથી સાતમી નરકોમાં શીતતા, ઉષ્ણતા અને બીજા સંયોગો
૩૧૫