________________
ક્ષમાપના
દૂભવણી અટકે છે. – આમ ‘ક્ષમા'નો ગુણ ખીલવવાથી દ્વિવિધ અહિંસાપાલન થાય છે. હિંસાથી અટકતાં દર્શનાવરણ કર્મ બંધાતું અટકે છે. એકેંદ્રિયાદિની હિંસા દ્વારા જીવ દર્શનાવરણ કર્મ બાંધે છે. દર્શન એટલે જોવું. જોવા માટે સાચી દષ્ટિ મળે તો દર્શનાવરણ કર્મ જાય. અન્ય જીવોની હિંસા કરતાં પોતાને સુખ મળે તે દૃષ્ટિ અસમ્યક છે, કોઇને પણ લેશ દૂભવવાથી પોતાનું સુખ હણાય છે એ દષ્ટિ સમ્યક્ છે. આથી પોતે માનેલા સુખને મેળવવા આ સંસારમાં બીજા જીવોની દૂભવણી તથા હિંસા કરે છે તેમાં દર્શનાવરણ કર્મ બંધાય છે. આ હિંસાદિ પ્રવૃત્તિથી છૂટતાં તે કર્મ બંધાતું અટકે છે. ક્ષમાનો ગુણ અપનાવવાથી ધૂળ કે સૂક્ષ્મ હિંસામાં નિયંત્રણ આવે છે તથા તે વિશેષતાએ ખીલે ત્યારે દર્શનાવરણ કર્મનું બંધન અત્યંત અલ્પ થઈ જાય છે. જીવમાં જેમ જેમ ક્ષમાનો ગુણ ખીલતો જાય છે તેમ તેમ તેની દર્શન શક્તિ વધતી જાય છે અને છેવટે જગનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ જોવા મળે છે.
ચોથો અને મહત્ત્વનો ગુણ તે પવિત્રતા.” પવિત્રતા એટલે શુદ્ધપણું. કોઈ પણ પદાર્થ બીજા પદાર્થ સાથે ભેળસેળ થયો હોય તો તે પદાર્થ અપવિત્ર ગણાય છે, અને તે પદાર્થ બીજા પદાર્થ સાથેની ભેળસેળ પામ્યા વગરનો હોય તો તે શુદ્ધ અથવા પવિત્ર ગણાય છે. આત્મા એ એક દ્રવ્ય છે. તે મોહબુદ્ધિને કારણે કર્મનાં અનેક પુદ્ગલ પરમાણુઓ સાથે ભેળસેળ થઈ અપવિત્ર થયો છે. કર્મનાં પરમાણુઓ આત્માનાં તેજને તથા ગુણોને ઢાંકી દે છે અને આત્માનું જેવું મૂળ રૂપ છે તેનાથી જુદા રૂપવાળો તેનો દેખાવ બતાવે છે. આત્માના પ્રદેશો પર જેટલાં કર્મનાં પરમાણુઓનો જમાવ વધારે તેટલી તેની અપવિત્રતા વધારે, અને જેટલા પ્રમાણમાં કર્મનાં પરમાણુઓ ઓછા તેટલા પ્રમાણમાં તેની પવિત્રતા વધારે ગણાય. શાંતિ તથા ક્ષમાના ગુણો જેમ જેમ ખીલતા જાય છે તેમ તેમ આત્માને સાચી સમજણ વધતી જાય છે, અન્ય પદાર્થો તથા જીવોનું પરપણું સ્પષ્ટ રીતે સમજાય છે, અનુભવાય છે. તે સ્પષ્ટ સમજણના આધારે તે તે પદાર્થો માટેનાં મોહ અને મારાપણાનાં ભાવમાં ઘટાડો થતો જાય છે. જેમ જેમ મોહબુદ્ધિ ઘટે છે તેમ તેમ કર્મનાં નવાં પરમાણુઓ એકત્રિત કરવાનું કાર્ય રોકાય છે એટલું જ નહિ, પણ જૂનાં એકત્રિત કરેલાં પરમાણુઓ આત્મપ્રદેશ પરથી ત્વરાથી ખરતાં જાય છે. જેટલાં
૯૩