________________
કેવળી પ્રભુનો સાથ
નથી, તેઓ ક્ષપકશ્રેણિમાં તે ભાવ અવશ્ય વેઠે છે. અને તેના આધારે તેઓ સિદ્ધપદમાં સમાવેશ પામી પોતે ભાવેલા કલ્યાણભાવના પરમાણુઓની સિદ્ધ થતી વખતે જગતને અમૂલ્ય ભેટ આપી જાય છે. આવા આત્માઓ પંચપરમેષ્ટિના એક પદમાં આવે છે, અને છદ્મસ્થ અવસ્થામાં જગતસ્પર્શી કલ્યાણભાવ કરનારા ઓછામાં ઓછા પાંચમાંથી બે પદને પામે છે. આવો અમૂલ્ય લાભ લઈ અન્યને લાભ અપાવનાર છે પંચપરમેષ્ટિ ભગવંત.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
૩૮૦