________________
મંત્રસ્મરણ
રહે છે. આ જાતની આંતરિક તૈયારીઓ જ્યાં સુધી જીવ કરતો નથી ત્યાં સુધી કાં તો સત્મત્ર મળતો નથી, અથવા મળે તો તે યોગ્ય રીતે ફળતો નથી. ટૂંકમાં કહીએ તો જીવે આત્મકલ્યાણ કરવાની ભાવનાને અત્યંત બળવાન બનાવવારૂપ સત્પાત્રતા કેળવવી યોગ્ય છે. તે પાત્રતાને કેળવવામાં સહાયરૂપ થનારા ગુણો છે – વિશાળ બુદ્ધિ, સરળપણું, મધ્યસ્થતા, જિતેંદ્રિયપણું, દયા, શાંતિ, સમતા, ક્ષમા વગેરે. જેમ જેમ આ ગુણો જીવમાં ખીલતા જાય છે તેમ તેમ જીવનું આરાધકપણું સ્પષ્ટ અને પ્રગટપણે ખીલતું જાય છે. આ પાત્રતા વિના મળેલા સુયોગો નિષ્ફળ જાય છે, અને તે આરાધન માત્ર પુણ્યોપાર્જન કરાવી દેવગતિ સુધી જવામાં સાથ આપે છે, પરંતુ પૂર્ણ શુદ્ધતા – સિદ્ધગતિ સુધી જવામાં સાથરૂપ બની શકતું નથી.
આત્મકલ્યાણ માટે જેમ ઉપાદાનની તૈયારી રૂપે શિષ્યની સત્પાત્રતા અગત્યની છે, તે જ પ્રમાણે નિમિત્તની તૈયારી રૂપે શ્રી સદ્ગુરુની સત્પાત્રતાની પણ અગત્ય છે. જે ગુરુ માર્ગદર્શન આપે છે તેમનામાં પણ તે અવસ્થા યોગ્ય ગુણો હોવા જરૂરી છે. જો કોઈ જીવને અસગુરુ ગુરુરૂપે ભેટી જાય તો તે તેનું બળવાન કમભાગ્ય કહી શકાય. જે પોતે તરી કે તારી શકવા સમર્થ નથી, છતાં તે શિષ્યની લાલસાને કારણે ગુરુપદે રહે છે તે જીવ અસગુરુ છે. પૂ. શ્રી કૃપાળુદેવે સદ્ગુરુનાં લક્ષણો દર્શાવતો દોહરો “આત્મસિદ્ધિ શાસ્ત્ર” માં રચ્યો છે કે –
“આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.”
આ દોહરામાં જણાવેલા ગુણો જે આત્મામાં વિશાળતાએ ખીલ્યા હોય તે ઉત્તમ ગુરુ. એ અપેક્ષાએ શ્રી અરિહંત પ્રભુ ઉત્તમ ગુરુ છે. તે પછી ગણધરાદિ સાધુજનો ગુરુપદે રહેવાને યોગ્ય છે. તેમનામાં આ ગુણો વિશાળ પાયા પર ખીલેલા હોય છે. જેટલા પ્રમાણમાં આ ગુણોની ખીલવણીમાં કચાશ તેટલું લઘુત્વ એ ગુરુનું ગણી શકાય. આ પ્રકારના ગુણોથી વંચિત જે જીવો રહે, અને ગુરુપદ મેળવવા તડપતા રહે તેઓ તો અસદ્ગુરુનું બિરુદ પામે, કારણ કે જેમને આત્મજ્ઞાન ન હોય તેઓ બીજા જીવોને
૧૫૯