________________
કેવળી પ્રભુનો સાથ
માત્રામાં ખપે .... પરિણામે હરણફાળે જીવની વિશુદ્ધિ વધતી જાય. ટૂંકાણમાં કહી શકાય કે સ્મરણમંત્રની આરાધનથી જીવ સહેલાઇથી સ્વરૂપાનુસંધાન કરે છે. એ શૂન્યાવસ્થાના કાળમાં પૂર્વે કરેલી પ્રાર્થનાના આધારથી સત્તાગત ઘાતકર્મોનો અનંતગમે નાશ કરી, નવીન કર્મોને પ્રવેશવા માટેનું દ્વાર લગભગ બંધ કરે છે. અને થોડા કાળમાં એટલે કે એક, બે, ચાર, છે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે સંપૂર્ણ શુદ્ધિ જીવ પ્રાપ્ત કરી લે છે. નિષ્કારણ કરુણા કરી, યથાર્થતાએ મંત્રનો અભુત પ્રભાવ દર્શાવનાર શ્રી સત્પરુષ તથા આપ્તપુરુષને સવિનય ભક્તિએ વંદન હો.
જેમ મંત્રસ્મરણમાં રત રહી, સમભાવ કેળવી, જીવ અગણિત કર્મો ખપાવી નાખે છે, તેમ વિભાવભાવમાં રાચી, રાગ અને દ્વેષની પરિણતિમાં એકરૂપ બની જીવ અગણિત કર્મો વધારી પણ શકે છે. આ હકીકત વિસરવા યોગ્ય નથી. અમુક કલાકો સુધી ધર્મ આરાધન કરનાર, ટૂંકા ગાળા માટે પણ અયોગ્ય તીવ્ર પરિણામ કરે તો તે મહાનુકશાન પામે છે. કારણ કે તીવ્ર પરિણામથી તીવ્ર કર્મબંધ થાય છે, તીવ્ર કર્મબંધ અનંત સંસાર પણ વધારી શકે છે. તેથી ધર્મપ્રવૃત્તિ વધારનારે પ્રયત્નસાધ્ય ચારિત્રની ખીલવણી સતત કરતા રહેવું જોઇએ એવો બોધ શ્રી પ્રભુનો છે.
મંત્રદાન તથા મંત્રગ્રહણ માટેની પાત્રતા જે જીવને આત્મવિશુદ્ધિ અર્થે આરાધના કરવાની ભાવના છે, તે જીવે એ ભાવના દઢ અને બળવત્તર કરવી પડે છે. વળી, જેમની પાસેથી કલ્યાણકારણ મંત્રની પ્રાપ્તિ થાય તેવા સગુરુની પ્રાપ્તિ હોવી એ ખૂબ જ અગત્યનું છે. આ પાત્રતા યથાયોગ્ય પ્રાર્થના તથા ક્ષમાપનાની સહાયતાથી જીવ કેળવી શકે છે તે જોયું. યોગ્ય પાત્રતા આવ્યા પછી મંત્રગ્રહણ કરવામાં આવે તો ઉત્તમ ફળ તેમાંથી મેળવી શકાય છે. સાથે સાથે ભૌતિક સુખોની તથા સાંસારિક પદાર્થોના ભોગવટાની લાલસા જીવે તોડતા રહેવી જરૂરી છે, કારણ કે અસ્તિત્વ ધરાવતી એ લાલસા જીવને ધર્મારાધનમાંથી શ્રુત કરી, રાગદ્વેષવાળી પરિણતિમાં ડૂબાડી, ભવભ્રમણની જાળમાં સપડાવે છે. આ લાલસા જો મૃત:પ્રાય થઈ ગઈ હોય તો ધર્મારાધન કરવા માટે જીવને પૂરતો અવકાશ
૧૫૮