________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
આ રીતે નિર્જરાને અસંખ્યાતગણી અને આશ્રવને અસંખ્યાતમા ભાગનો કરવા માટે પશ્ચાત્તાપ આદિ આંતરતા ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે.
સર્વ પ્રકારનાં આંતરડામાં સૌથી વિશેષ અગત્યનું આંતરતપ છે ધ્યાન. ધ્યાનથી સર્વોત્તમ નિર્જરા થાય છે. પરંતુ ધ્યાનની સ્થિર અવસ્થાએ પહોંચવા માટે પ્રથમના પાંચ આંતરતા ખૂબ ઉપકારી થાય છે. શ્રી પ્રભુએ ધ્યાનથી થતી નિર્જરાની માત્રા સુંદર રીતે સમજાવી છે. પ્રથમ ઉપશમ સમ્યત્વની ઉત્પત્તિ વખતે, અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ કરણવતી વિશુધ્ધ પરિણામ સહિત મિથ્યાષ્ટિને જે નિર્જરા થાય છે, તેનાથી અસંખ્યગણી નિર્જરા અસંયત સમ્યક્દષ્ટિને થાય છે. અસંયત સમ્યક્દૃષ્ટિ કરતાં દેશવ્રતી શ્રાવકને અસંખ્યગણી નિર્જરા થાય છે, મહાવતી મુનિને દેશવતી શ્રાવક કરતાં અસંખ્યગણી નિર્જરા થતી હોય છે. મહાવ્રતી મુનિ કરતાં અનંતાનુબંધી કષાયનું વિસંયોજન કરવાવાળાને અસંખ્યાતગણી નિર્જરા થાય છે. તેના કરતા દર્શનમોહનો ક્ષય કરવાવાળાને અસંખ્યાતગણી નિર્જરા થાય છે. દર્શનમોહનો ક્ષય કરવાવાળા કરતાં અસંખ્યાતગણી નિર્જરા ઉપશમશ્રેણિવાળા ત્રણ ગુણસ્થાનવર્તાને થાય છે. તેનાથી અસંખ્યાતગણી નિર્જરા અગ્યારમા ઉપશાંતમોહ ગુણસ્થાનવાળાને થાય છે. ક્ષપકશ્રેણિના પહેલા ત્રણ ગુણસ્થાને અગ્યારમાં ઉપશાંતમોહ ગુણસ્થાન કરતાં અસંખ્યગણી નિર્જરા થાય છે. બારમા ક્ષીણમોલ ગુણસ્થાને તેનાં કરતાં પણ અસંખ્યગણી નિર્જરા થાય છે. સયોગી કેવળીને તેનાથી પણ અસંખ્યાતગણી નિર્જરા થાય છે, અને અયોગી કેવળીને સયોગી કેવળી કરતાં પણ અસંખ્યાતગણી નિર્જરા થાય છે. આ પ્રમાણે અસંખ્યાતગણી થતી નિર્જરાને ગુણશ્રેણિ નિર્જરા પણ કહેવામાં આવે છે.
ગુણશ્રેણિ નિર્જરા થતી ન હોય તેવા સમયે પણ અશુભના ઉદયમાં જીવ જો ઉપશમભાવ જાળવે તો પણ તેને વિપુલ નિર્જરા કરવાનો લાભ મળે છે. દુર્વચન સહન કરવાં, અનાદરને શાંતભાવથી સહન કરવો, ઉપસર્ગનો જય કરવો, અને એ સર્વ રીતે કષાય જય કરવાથી વિપુલ તથા વિસ્તરીત નિર્જરા જીવને થાય છે. શરીરનાં મોહ મમત્વનો ત્યાગ કરી, પોતાનાં સ્વરૂપમાં તત્પર બની, પોતે કરેલાં દુષ્કતોની
૨૬૫