________________
કેવળી પ્રભુનો સાથ
જીવ નિંદા કરે, ગુણવાન પુરુષોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ઘણો આદર કરે, ઇન્દ્રિય અને મનને વશમાં રાખે તેને ઘણી ઘણી નિર્જરા થાય છે. આમ સન્દુરુષનો આશ્રય કરી, સમર્થ થઇ જીવ પૂર્વસંચિત કર્મોની તપ સંયમથી ઘણી નિર્જરા કરી શકે છે.
આ રીતે સંવર તથા નિર્જરા ભાવનાને યથાર્થ રીતે સમજી, જીવ તેનું આરાધન કરે છે ત્યારે તે ધર્મ તથા શુક્લધ્યાન સારી રીતે આરાધી શકે છે, અને સાથે સાથે તે સવિપાક તથા અવિપાક નિર્જરા પણ અસંખ્યગણી કરી શકે છે. નિર્જરા વધારવા માટે જેમ પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત ખૂબ ઉપકારી છે, તેમ ઉપશાંતભાવ નિર્જરા તથા સંવર બંને માટે એટલાં જ ઉપકારી છે. ઉપશાંત ભાવ કરવા માટે તથા પ્રમાદનો જય કરવા માટે ધ્યાન ખૂબ ઉપકારી છે. અને ધ્યાનમાં એકાગ્ર થવા માટે આત્મગુણના રટણરૂપ મંત્રસ્મરણ ઉપકારી છે. ભેદવિજ્ઞાનની જેમ જેમ વર્ધમાનતા થતી જાય છે તેમ તેમ આશ્રવ તૂટતો જાય છે, અને સંવર તથા નિર્જરા વધતાં જાય છે. આથી જેમ જેમ ધ્યાનમાં જવાની, નિમગ્ન થવાની જીવની શક્તિ વધતી જાય છે, તેમ તેમ પ્રાર્થના તથા ક્ષમાપના કરવાની જીવની જરૂરિયાત પણ ઓછી થતી જાય છે. જીવ જેમ જેમ ગુણો વધારી ગુણસ્થાન ચડતો જાય છે, તેમ તેમ તેની ભૂલોનું પ્રમાણ ઓછું થતું જાય છે, સાથે સાથે કર્મનો થયેલો જમાવ પણ અલ્પ થતો જાય છે, તેથી તેને માટે પ્રાર્થના તથા ક્ષમાપના અનિવાર્ય ન રહેતાં, મંત્રસ્મરણની જરૂરિયાત સ્વરૂપલીનતાની પ્રાપ્તિ વધારવા, વધતી જાય છે. અને સ્વરૂપનાં ધ્યાનમાં અનંતગમે શેષ રહેલાં કર્મો બળીને ભસ્મ થતાં જાય છે.
જીવ અપ્રમાદી બની સંવર ભાવનાની આરાધના કરે છે, ત્યારે તે સાધક પુરુષ થવાની પાત્રતા પામે છે. સપુરુષ થયા પછી જીવને આત્માના અપૂર્વ સ્વભાવનો પરિચય રહ્યા કરે છે, અને તેની અન્ય જીવોને યોગ્ય રીતે સહાય કરવાની પાત્રતા ખીલતી જાય છે. પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનાં આરાધન દ્વારા સમ્યકજ્ઞાન, દર્શન તથા ચારિત્રનું આરાધન થાય છે, અને એ આરાધનના પ્રભાવથી સૂક્ષ્મ વિભાવથી પણ છૂટી, સ્વભાવમાં મુખ્યતાએ એકાકાર થાય છે. તે વખતે વિભાવ અતિ સૂક્ષ્મરૂપ ધારણ કરે છે અને તે જીવનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એકતા થાય છે,
૨૬૬