________________
ક્ષમાપના
આ ઉત્તમ ગુણોની ખીલવણી કરી શક્યો નહિ તેનો તેને પસ્તાવો થાય છે, અને તેની સ્થિતિ હૃદયદ્રાવક બને છે.
દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા એ ચાર ગુણોને વિસ્તારથી તથા ઊંડાણથી વિચારીએ તો સમજાય છે કે આ ચારે ગુણો ખીલવવાથી ચારે પ્રકારનાં ઘાતી કર્મોનો ક્ષય કરવાની ચાવી જીવને હાથ લાગી જાય છે. દયાનો ગુણ ખીલવવાથી અંતરાય કર્મ તૂટે છે. શાંતિના ગુણને ખીલવતાં જ્ઞાનાવરણ કર્મ દૂર ભાગે છે, ક્ષમાના ગુણને વધારવાથી દર્શનાવરણ કર્મ ઓગળતું જાય છે, અને પવિત્રતા સાથે એકરૂપ થવાથી મોહ લુપ્ત થતો જાય છે.
‘દયા’ એટલે અનુકંપા, દુઃખથી છૂટે એવી લાગણી. સંસારનાં પરિભ્રમણથી પોતાના જીવને છોડાવવાની ભાવના એટલે સ્વદયા. બીજાનું ભલું થાય, બીજાઓ દુ:ખથી મુક્ત થાય એવી ભાવના તે પરદયા. ‘દયા’નો ગુણ સમજાતાં જીવ છૂટવાના ભાવથી શ્રી પ્રભુના શરણે જાય છે. સંસારથી છૂટવાની ભાવનાથી ઇચ્છાપૂર્વક પ્રભુનાં શરણે જવાથી પૂર્વે બાંધેલી અંતરાયો ક્રમે ક્રમે તૂટતી જાય છે. આમ દયા એ સૌથી મોટો સર્વમાન્ય ધર્મગુણ છે, જેની ખીલવણીથી “અંતરાય’ કર્મ નાશ પામતું જાય છે. કોઈ પણ ઇચ્છિતની પ્રાપ્તિમાં આવતો અવરોધ એ “અંતરાય’ કર્મનું ફળ છે. પરમાર્થ માર્ગ પ્રાપ્ત કરવાની અંતરાય જીવે સપુરુષ કે જ્ઞાનીપુરુષની અશાતના કરીને બાંધી હોય છે. તે અંતરાય પ્રભુનાં શરણે જઈ ક્ષમા માગવાથી તૂટે છે. જેમ જેમ સ્વપર દયાના ભાવ વિકસિત થાય છે તેમ તેમ પ્રભુનું શરણું દઢ થાય છે અને અંતરાય વિશેષતાએ તૂટે છે; એ જ રીતે જેમ જેમ અંતરાય તૂટતી જાય છે તેમ તેમ સ્વપર કલ્યાણના ભાવ વધતા જતા હોવાથી દયાનો ગુણ વિકસતો જાય છે.
અહીં વર્ણવાયેલો બીજો ગુણ છે “શાંતિ.' શાંતિ એટલે શાંત થવું, શાંત રહેવું. શાંતિ આત્માનો મૂળભૂત ગુણ છે. જીવ આત્મા સિવાયની ઘણી બધી વસ્તુઓમાં સુખબુદ્ધિ સેવે છે અને તે સર્વની પ્રાપ્તિ અપ્રાપ્તિ માટે મથ્યા કરે છે. તે કારણથી, ઇષ્ટની અપ્રાપ્તિ થતાં કે અનિષ્ટની પ્રાપ્તિ થતાં તેની શાંતિ હણાઈ જાય છે. જે પદાર્થ પોતાનાં નથી તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં સુખદુઃખ કલ્પી જીવ શાંતિથી વંચિત
૯૧