________________
કેવળી પ્રભુનો સાથ
વળી, આ પ્રકારનું માર્ગદર્શન શ્રી પ્રભુ સિવાય બીજા કોઈ તરફથી મળી શકતું નથી, એ અપેક્ષાએ પણ એ વચનોનું અમૂલ્યપણું કહી શકાય.
પ્રભુબોધ્યા વચનો સાંભળવા પ્રતિ પણ જેણે લક્ષ આપ્યું ન હોય તેણે તેમાં નિરૂપાયેલાં અનુપમ - ઉપમા રહિત તત્ત્વ વિશે વિચાર તો ક્યાંથી કર્યો હોય ? જો એ વચનો સાંભળ્યાં હોત તો તેમાં નિરુપાયેલ વિષય કેટલો ઉપયોગી અને લાભકારી છે તેનો વિચાર જરૂર જીવને આવ્યો હોત. પણ મૂર્ત નાસ્તિ કુડતો શાર | મૂળ જ ન હોય તો થડ કે ડાળીનું અસ્તિત્ત્વ જ ક્યાંથી હોય? એ જ પ્રમાણે પ્રભુ નિર્મિત વચનો સાંભળ્યા જ ન હોય તો તેના પર જીવ વિચારણા ક્યાંથી કરી શકે? તેથી ત્રીજા વચનમાં જીવનો અફસોસ વધારે ઊંડો બને છે. “તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહિ.” વિચાર્યું હોત તો કંઈક સમજણ પામત.
જ્યાં જીવ વધારે વિચારે છે ત્યાં એને પોતાની ભૂલ વિશેષતાએ સમજાય છે અને અફસોસ ઘેરો તથા ગહન થતો જાય છે. મૂળમાં જ પ્રભુનાં વચનો સાંભળ્યા નહિ, તેથી તેના પર કોઈ જાતની વિચારણા થઈ શકી નહિ અને સમજણ ન લેવાને કારણે તેની ઉપયોગીતા ન સમજાઇ તે સહજ હતું. આવી સ્થિતિમાં એ વચનોનો ઉપયોગ કરી શુદ્ધતા તરફ જવું અશક્ય હતું. તેની વ્યથા વ્યક્ત કરતાં કહે છે કે “તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને મેં સેવ્યું નહિ.” પ્રભુનાં બોધેલાં બધાં વચનોને સમજીને જો આચારમાં ઉતારે તો જીવ કલ્પી ન શકે તેટલો મોટો ફાયદો થાય એવી સમજ જીવને આવવા લાગી છે તેથી તેને એ લાભથી વંચિત રાખનાર પોતાની ભૂલોનો પશ્ચાત્તાપ ઉગ્રતાથી થાય છે. અને તેનો એકરાર પ્રભુ સમક્ષ કરી હળવો બને છે.
સંસારનું પરિભ્રમણ તૂટે એવી વર્તના પોતાનાં અતિ દુર્લક્ષને કારણે થઈ શકી નહિ તેના પશ્ચાત્તાપના અનુસંધાનમાં, તેવી વર્તન ન કરવાથી મળેલા ફળને વર્ણવતાં જીવ કહે છે કે, “તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં.” પ્રભુએ તેમનાં વચનો દ્વારા ચારિત્રપાલન કરવાનો જે અમૂલ્ય બોધ આપ્યો છે, તેનાં પાલનનાં ફળરૂપે જીવમાં દયા, શાંતિ, ક્ષમા તથા પવિત્રતાના ગુણો ખીલે છે અને સરવાળે તે જીવ મુક્તિનાં અનંત સુખને પ્રાપ્ત કરે છે. પોતે શીલ પાળ્યું નહિ, તેથી