________________
શ્રીમદ્ રાજચંદ્ર
અર્પણ
અનંત અનંત દુ:ખથી ભરેલા તથા ભાવિના અનંતકાળ સુધી ચાલનારા આ સંસારનો પાર પામી, શાશ્વત સિદ્ધભૂમિમાં સ્થિર થવા માટેનો
મહામાર્ગ પ્રકાશિત કરનાર શ્રી રાજપ્રભુને કોટિ કોટિ વંદન હો. આ ગ્રંથનાં લખાણમાં અનેકવિધ સહાય કરી માર્ગનાં રહસ્યો સમજાવવામાં મદદ કરી,
ગ્રંથને સમૃધ્ધ તથા રોચક બનાવવાનો માર્ગ સમજાવી મહા ઉપકાર કરનાર શ્રી રાજપ્રભુને સરળતા, વિનય, ભક્તિ તથા આજ્ઞાધીનપણું વધારવા અર્થે
આ ગ્રંથ ખૂબ આભારી બની અર્પણ કરું છું.