________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
તે પછી જ્યારે તે ફરીવાર સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે ત્યારે તે પાંચ મિનિટ કે તેથી થોડા વધારે કાળ માટે ટકી શકે છે, પણ પાંચ મિનિટથી ઓછા કાળમાં તે જીવનું ધ્યાન છૂટી જતું નથી. આ ગાઢા ધ્યાનને શુકુલધ્યાન કહે છે, અને તે પહેલાંનાં ધ્યાનને ધર્મધ્યાન તરીકે ઓળખવામાં આવે છે.
ધર્મધ્યાનની સ્થિરતાનો સમય નિયત હોતો નથી, તેમાં જીવના પુરુષાર્થ અનુસાર સતત વધઘટ થયા કરતી હોય છે. જીવ એક વખત દશમિનિટ શૂન્યતામાં હોય અને બીજી વખત માત્ર બે મિનિટ કે બાવિસ મિનિટ માટે પણ શૂન્યતામાં રહે એવું તેના પુરુષાર્થ અનુસાર બનતું હોય છે. પણ શુક્લધ્યાનની સ્થિરતા નિયતકાળ કે તેથી વધારે કાળ માટે હોય છે, તેની કાળસ્થિતિમાં ઘટાડો થતો નથી. પ્રત્યેક જીવને ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી ધર્મધ્યાન અને સાતમાથી ચૌદમા ગુણસ્થાન સુધી શુકુલધ્યાન સંભવે છે.
છઠ્ઠા સાતમા ગુણસ્થાને આગળ વધવા માટે જીવને તે તે ગુણસ્થાનવર્તી અથવા તો કેવળી ભગવંતની સહાય અને તેમનું માર્ગદર્શન ઉપકારી થાય છે. તેનાથી નીચેની અવસ્થાવાળા જીવો નવો વિકાસ કરવા માટે બિનઅનુભવી હોવાથી ઉપકાર કરી શકતા નથી, આ ગુણસ્થાનના અનુભવી પ્રત્યેક આત્મા તેને સહાય કરી શકે છે; કારણકે તેમાં સાધકનો પુરુષાર્થ મુખ્યપણું ધરાવે છે. અહીં સાધક અન્યની સહાય પર ઓછો મદાર રાખે છે અને પોતાના પુરુષાર્થ પર ઘણો વિશેષ ભાર મૂકે છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનની આ વિશેષ પ્રકારની ખાસિયત ગણી શકાય.
સાતમાં ગુણસ્થાનથી વિશેષ આગળ વધવા માટે, એટલે કે શ્રેણિ માંડવા માટે જીવને શ્રી તીર્થકર ભગવાન અથવા શ્રી કેવળીભગવાનના આશ્રયની અને આજ્ઞાની જરૂરત રહે છે. સ્વચ્છેદે શ્રેણિ માંડવાથી જીવને લાભને બદલે નુકશાન થાય છે. આઠમાથી બારમા ગુણસ્થાન સુધીના પ્રત્યેક ગુણસ્થાન અંતમુહૂર્તકાળ વત છે, અને બધાનો એકત્રિત સમય પણ અંતમુહૂર્તકાળ છે. સાતમાથી આઠમા ગુણસ્થાને આવતાં જીવે ક્ષપકશ્રેણિ શરૂ કરી હોય તો તે નવ, દશ; બાર ગુણસ્થાને
૩૬૯